Home /News /national-international /China Skyscraper Fire: ચીનની ગગનચુંબી ઈમારતમાં લાગેલી વિકરાળ આગનો વીડિયો આવ્યો સામે

China Skyscraper Fire: ચીનની ગગનચુંબી ઈમારતમાં લાગેલી વિકરાળ આગનો વીડિયો આવ્યો સામે

મધ્ય ચીનના શહેર ચાંગશામાં ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી.

A fire in a Chinese building: સીસીટીવી દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફમાં શહેરના એક બિલ્ટ-અપ વિસ્તારમાં બિલ્ડીંગમાં નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે સાથે જ દૂર સુધી કાળો ધુમાડો આકાશમાં દેખાઇ રહ્યો હતો.

    બેઇજિંગ: મધ્ય ચીનના શહેર ચાંગશામાં એક ગગનચુંબી ઈમારતમાં મોટી આગ ફાટી નીકળી હતી. જોકે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં કોઇ જાનહાનિની સંખ્યા વિશે જાણી શકાયુ નથી. રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે, "બિલ્ડીંગમાંથી ગાઢ ધુમાડો નીકળી રહ્યો છે અને કેટલાક ડઝન માળ વિકરાળ રીતે સળગી રહ્યા છે."

    જોકે આ ઘટનાની જાણ થતા જ અગ્નિશામક દળોએ આગને બુઝાવવા અને ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે આગમાં એક ઉંચી ઈમારત ખાખ થઈ ગઈ હતી જેમાં સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઈના ટેલિકોમનું કાર્યાલય હતું.



    સીસીટીવી દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફમાં શહેરના એક બિલ્ટ-અપ વિસ્તારમાં બિલ્ડીંગમાં નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે સાથે જ દૂર સુધી કાળો ધુમાડો આકાશમાં દેખાઇ રહ્યો હતો.

    આ પણ વાંચો- iPhone 14s શું ખરેખર કિડની વેચીને ખરીદી રહ્યાં છે લોકો! વાયરલ તસવીરે મચાવ્યો હંગામો

    સ્થાનિક સમાચાર આઉટલેટ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં ટાવરની બહારનો ભાગ કાળો પડી ગયેલો દેખાતો હતો. ઉલ્લેખનિય છે કે, હુનાન પ્રાંતની રાજધાની ચાંગશામાં લગભગ 10 મિલિયન લોકોની વસ્તી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Fire Accident, Fire incident, ચીન, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन