ફ્લાઈટ પછી હવે IGI એરપોર્ટ પર નશામાં ધૂત મુસાફરે જાહેરમાં પેશાબ કર્યો
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર ખુલ્લામાં પેશાબ કરતો જોવા મળ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખુલ્લામાં પેશાબ કરવાની ના પાડી તો જોહરમાં બધા સાથે ઝઘડો કરવા લાગ્યો. આ પછી લોકોએ આ અંગે પોલીસને જાણ કરી.
નવી દિલ્હીઃ ફ્લાઈટમાં પેશાબનો મામલો હજુ થાળે પડ્યો નથીને હવે IGI એરપોર્ટ પર પેશાબનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર દ્વારા ખુલ્લામાં પેશાબ કરવાનો મામલો સામે આવ્યો છે. અન્ય મુસાફરોની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુસાફર વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને 510 હેઠળ એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરી હતી. આ મામલો 8 જાન્યુઆરીની સાંજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હકીકતમાં, 8 જાન્યુઆરીની સાંજે લગભગ 5:30 વાગ્યે, ડિપાર્ચરના ગેટ નંબર 6 પાસે, પોલીસને માહિતી મળી કે એક વ્યક્તિ ખુલ્લામાં પેશાબ કરી રહ્યો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે પેશાબ કરનાર વ્યક્તિ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને CISFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડી લીધો.
પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ જોહર અલી ખાન તરીકે થઈ છે. 39 વર્ષીય જોહર બિહારનો રહેવાસી છે અને દિલ્હીથી સાઉદી અરેબિયાના દમામ જવાની તેની ફ્લાઈટ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખુલ્લામાં પેશાબ કરવાની ના પાડી તો જોહરમાં બધા સાથે ઝઘડો કરવા લાગ્યો. આ પછી લોકોએ આ અંગે પોલીસને જાણ કરી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે આરોપી જોહરનું મેડિકલ કરાવ્યું અને ત્યારબાદ જોહરની ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે નશામાં ધૂત જોહર ખાને અન્ય મુસાફરો સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. જોકે, બાદમાં તેને જામીન બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર