Drunk and Driveનો દંડ થતાં દારૂડિયાએ ટ્રાફિક પોલીસને ટ્રાન્સફર કરવાની ધમકી આપી

દારૂડિયાએ મુખ્યમંત્રી અને ડીજી સાહેબ સાથે ઓળખાણ હોવાનું કહી ટ્રાફિક પોલીસને દબડાવ્યો

News18 Gujarati
Updated: September 18, 2019, 10:48 AM IST
Drunk and Driveનો દંડ થતાં દારૂડિયાએ ટ્રાફિક પોલીસને ટ્રાન્સફર કરવાની ધમકી આપી
દારૂ પીને વાહન ચલાવનારા વ્યક્તિએ ટ્રાફિક પોલીસને ધમકી આપી.
News18 Gujarati
Updated: September 18, 2019, 10:48 AM IST
શિમલા : નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ (Traffic Police) અને નિયમો ભંગ કરનારા લોકો વચ્ચે ઘર્ષણના બનાવોની સંખ્યામાં વધારો નોંધાયો છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના પાટનગર શિમલા (Shimla)માં ટ્રાફિક પોલીસ પર રુઆબ જમાવતાં અને ધમકી આપતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

દારૂ પીને વાહન ચલાવવા (Drunk And Drive)ના ગુનામાં જ્યારે પોલીસે દંડ ફટકાર્યો તો દારૂડિયો ભડકી ઉઠ્યો અને પોલીસને ટ્રાન્સફર કરવાની ધમકી આપવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે તેનો પહોંચ મુખ્યમંત્રી (Chief Minister) સુધી છે. તેણે કહ્યું કે, પહેલા મારી વાત સાંભળો, થોડાક સમય પહેલા જ પીટર હોલમાં મંત્રીજીની સાથે બેઠો હતો, એડિશનલ એસપી ઉપરાંત ડીજી સાહેબ સુધી મારી પહોંચ છે. મૂળે, આ વીડિયો સોમવાર મોડી રાતનો છે.


આ પણ વાંચો, નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!

મળતી જાણકારી મુજબ, વિક્ટ્રી ટનલ (Victory Tunnel) પર પોલીસ ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે આલ્કોહોલ સેન્સરમાં દારૂ પીને વાહન ચલાવવાની પુષ્ટિ થઈ તો પોલીસે આ વ્યક્તિની દંડ ફટકાર્યો હતો. રશીદ ફાટતાં જ દારૂડિયાનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. તેણે પોલીસને ધમકાવતાં પૂછ્યું કે, શિમલાથી ક્યાં ટ્રાન્સફર લેવી છે? જો ટ્રાન્સફર ન કરાવી દીધી તો મારું નામ બદલી દઈશ. મેં દારૂ પીધો છે...જે ડ્રગ્સ લે છે તેમનું શું? તેણે કહ્યું કે બોટલ પીને દિલ્હીથી અહીં સુધી વાહન ચલાવ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દારૂડિયાએ પહેલા ટ્રાન્સફર કરવાની ધમકીઓ આપી પરંતુ પોલીસ તેની આગળ ઝૂકી નહીં. અંતે દારૂડિયાએ રશીદ તો લઈ લીધી પરંતુ પોતાની દલીલો ચાલુ જ રાખી.
Loading...

આ પણ વાંચો, PM મોદીને મળેલી 500 રુપિયા કિંમતની આ Giftની એક કરોડમાં હરાજી થઈ!
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...