આ કૂતરાએ ત્રાસવાદી બગદાદીને ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી

News18 Gujarati
Updated: October 29, 2019, 1:34 PM IST
આ કૂતરાએ ત્રાસવાદી બગદાદીને ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી
આ કૂતરાએ દૂનિયાના ખતરનાક આતંકવાદીને ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી

બગદાદી પર કરવામાં આવેલી રેડ દરમિયાન આ કૂતરો થોડોક ઇજાગ્રસ્ત પણ થયો હતો પણ તે હવે સાજો થઇ ગયો છે

  • Share this:
બે દિવસ પહેલા અમેરિકાના ડેલ્ટા ફોર્સે દૂનિયાના ખતરનાર આતંકવાદ અલ-બગદાદીને ખતમ કરી દીધો તેમાં એક કૂતરાએ મહત્વની ભૂમિકા ભજવી અને અમેરિકી સેનાના કમાન્ડોને આ આતંકવાદી સુંધી દોરી જવામાં મહત્વની ભજવી હતી અને અંતે બગદાદીએ પોતાની કેડે બાંધેલા બોમ્બને ફોડીને પોતે આત્મહત્યા કરી લીધી હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કૂરતાના વખાણ કર્યા હતા. બગદાદી પર કરવામાં આવેલી રેડ દરમિયાન આ કૂતરો થોડોક ઇજાગ્રસ્ત પણ થયો હતો પણ તે હવે સાજો થઇ ગયો છે અને પાછો ફરજ પર આવી ગયો છે. આ મિલિટરી ડોગ છે.

અમેરિકાની સેનાના ઉચ્ચ અધિકારી જનરલ માર્ક મીલેએ જણાવ્યું કે, અલ બગદાદીને ખતમ કરવાના ઓપરેશનમાં આ ડોગે ખૂબ જ સાહસિક ભૂમિકા ભજવી હતા અને અંતે ઇસ્લામિક સ્ટેટનો એ ખતરનાક આતંકવાદી હણાયો હતો.

રવિવારે દુનિયાને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, એ સુંદર અને ટેલેન્ટેડ ડોગ કમાન્ડોને અંધારી ટનરમાં કમાન્ડોને બગદાદી સુંધી લઇ ગયો હતો. આ ઓપરેશનમાં આ ડોગ ઇજાગ્રસ્ત બન્યો હતો.

 ટ્રમ્પે આ ડોગના ફોટોને ટ્વીટ કર્યું કરી લખ્યું, ગ્રેટ જોબ.

જો કે, આ ડોગનું નામ શું તે હજુ જાહેર કર્યુ નથી.

મીલેએ જણાવ્યું કે, અમે આ ડોગનું નામ અને તેની અન્ય વિગતો જાહેર કરતા નથી.

 
First published: October 29, 2019, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading