Home /News /national-international /

હવે શું કરશે ચીન! પેલોસીના પ્રવાસ બાદ હવે ફરી તાઇવાન પહોંચ્યા અમેરિકી સાંસદ

હવે શું કરશે ચીન! પેલોસીના પ્રવાસ બાદ હવે ફરી તાઇવાન પહોંચ્યા અમેરિકી સાંસદ

અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનના પ્રવાસે (પ્રતિકાત્મક તસવીર)

પ્રતિનિધિ સભાની સ્પીકર નેન્સી પેલોસીની યાત્રાના 12 દિવસ બાદ અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનનો પ્રવાસ કરી રહ્યું છે.

    તાઇપે: પ્રતિનિધિ સભાની સ્પીકર નેન્સી પેલોસીની યાત્રાના 12 દિવસ બાદ અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનનો પ્રવાસ કરી રહ્યું છે. પેલોસીના પ્રવાસ વિરુદ્ધ ચીને વાંધો ઉઠાવ્યો હતો. તાઇવાનમાં અમેરિકન ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે, પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેસાચુસેટ્સના ડેમોક્રેટિક સાંસદ એડ માર્કે કરી રહ્યા છે અને એશિયાની યાત્રા હેઠળ રવિવાર અને સોમવારે તાઇવાનમાં છે.

    પ્રતિનિધિમંડળના સભ્ય અમેરિકા-તાઇવાન સંબંધો, ક્ષેત્રીય સુરક્ષા, વેપાર, રોકાણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સંસ્થા અમેરિકી સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકાના તાઇવાન સાથે રાજદ્વારી સંબંધ નથી. પેલોસીના બે ઓગસ્ટના પ્રવાસના જવાબમાં ચીને મિસાઇલો ફેંકી હતી અને કેટલાક દિવસો સુધી તાઇવાના સમુદ્રી અને હવાઇ વિસ્તારની આસપાસ યુદ્ધપોત તથા લકાકુ વિમાન મંડરાતા રહ્યા હતા.

    આ પણ વાંચો: એક સમયે પાકિસ્તાનનું મુંબઈ ગણાતા કરાચી શહેરની હાલત કફોડી, રહેવા મામલે સૌથી ખરાબ શહેર

    ચીન, તાઇવાનને પોતાનો ભાગ માને છે અને બીજા દેશો સાથે કોઇપણ પ્રકારના સંપર્ક સામે આકરો વિરોધ નોંધાવે છે. તાઇવાનના એક પ્રસારકે અમેરિકી સરકારનું એક વિમાન સાંજે 7 કલાકે તાઇવાનની રાજધાની તાઇપેમાં સોંગશાન એરપોર્ટ પર ઉતરવાનો વીડિયો જાહેર કર્યો. જોકે, અમેરિકન ઇન્સ્ટીટ્યૂટે નિવેદનમાં વિમાનમાં સવાર લોકો વિશે જાણકારી આપી નથી. નિવેદનમાં પ્રતિનિધિમંડળના એશિયા પ્રવાસ હેઠળ રવિવાર અને સોમવારે તાઇવાનમાં રહેવાની જાણકારી આપવામાં આવી છે.

    પ્રતિનિધિમંડળના અન્ય સભ્ય ઓમુઆ અમાતા કોલમેન રાડેવેગન, જોન ગારમેન્ડી, એલન લોવેન્થલ અને ડોન બેયર છે. તાઇવાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, ચીની યુદ્ધ વિમાન સૈન્ય અભ્યાસ પૂરો થયા બાદ પણ તાઇવાનના સમુદ્રની આસપાસ મંડરાતા દેખાયા છે. મંત્રાલયે કહ્યું કે, રવિવારે ઓછામાં ઓછા 10 ચીની લડાકુ વિમાનોએ આ ક્ષેત્રમાં ઉડાન ભરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: International news, Latest News, Taiwan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन