Home /News /national-international /OMG News: અંતિમ સંસ્કાર સમયે જ અર્થી પરથી ઉભા થઇ મૃતકે કહ્યું, 'આ શું કરો છો તમે...'

OMG News: અંતિમ સંસ્કાર સમયે જ અર્થી પરથી ઉભા થઇ મૃતકે કહ્યું, 'આ શું કરો છો તમે...'

મૃતદેહને છેલ્લું સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે દીપક અર્થી પરથી ઊભો થયો.

દીપકના મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી. મૃતદેહને છેલ્લું સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે દીપક અર્થી પરથી ઊભો થયો અને લોકોને આવું કરતા જોઈ તેણે કહ્યું કે આ બધું શું કરો છો.

  • Local18
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કેન્સર સામે લડી રહેલા એક વ્યક્તિનું અહીં મૃત્યુ થયું હતું. સંબંધીઓ અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. મૃતદેહને અર્થી પર રાખવામાં આવ્યો હતો. ત્યાં જ અંતિમ સ્નાન કરતી વખતે મૃતક જીવિત થયો અને બોલવા લાગ્યો હતો. તેને જીવતો જોઈને બધા ચોંકી ગયા હતા. ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં તેનું ફરીથી મૃત્યુ થયું હતું અને ડોક્ટરે તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો.

આ મામલો રૂડકીના ઝબરેડા શહેરનો છે. દીપક કુમાર (58) લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. સોમવારે સવારે દીપકની તબિયત અચાનક બગડી હતી. સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. મોતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. દીપકના અંતિમ દર્શન માટે સ્વજનોને બોલાવ્યા હતા.

આ પણ વાંચો: Youtuber એ હદ પાર કરી, નાનાનાં અંતિમ સંસ્કારનો બનાવ્યો Vlog!

દીપકના મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી. મૃતદેહને છેલ્લું સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે દીપક અર્થી પરથી ઊભો થયો અને લોકોને આવું કરતા જોઈ તેણે કહ્યું કે આ બધું શું કરો છો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા હતા. ઉતાવળમાં દીપકને રૂરકી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

જેના પછી સ્વજનો મૃતદેહને લઈ ગામમાં પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિજનોએ બપોરે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ વિચિત્ર ઘટના ઝાબરેડા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
First published:

Tags: Ajab gajab news, OMG News, Uttarakhand news