ટ્રેનના ટૉયલેટમાં યુવકની લાશ જોતાં સફાઈ કર્મચારી ચોંકી ગયો!

News18 Gujarati
Updated: November 22, 2019, 3:48 PM IST
ટ્રેનના ટૉયલેટમાં યુવકની લાશ જોતાં સફાઈ કર્મચારી ચોંકી ગયો!
યુવકની ઓળખ ન થઈ શકી. હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન.

ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન હાથમાં ટેટૂવાળા અજાણ્યા યુવકની લાશ મળતાં હળખળાટ

  • Share this:
સંજય માનિકપુરી, બિસાસપુર : છત્તીસગઢ (Chhattisgarh)ના બિલાસપુર (Bilaspur) જિલ્લામાં એક યુવકની લાશ મળવાથી ખળભળાટ મચી ગયો. મળતી માહિતી મુજબ, ગુરુવાર રાત્રે છત્તીસગઢ ઍક્સપ્રેસના બંધ ટૉયલેટમાં એક વ્યક્તિની લાશ મળી. કોચિંગ ડેપો (Coaching depot)માં મેન્ટેનન્સ દરમિયાન કર્મચારીઓની નજર લાશ પર પડી. તાત્કાલિક જીઆરપીને ઘટનાની જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચી જીઆરપીએ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. માનવામાં આવી રહ્યું છે કે, હાર્ટ અટેક (Heart Attack)ના કારણે યુવકનું મોત થયું છે. હાલ યુવકની ઓળખ નથી થઈ શકી. જીઆરપી (GRP) આ મામલાની તપાસ કરી રહી છે.

મેન્ટેનન્સ કર્મચારીઓએ લાશ જોઈ

મળતી જાણકારી મુજબ, ગુરુવાર રાત્રે કોચિંગ ડેપો ખાતે છત્તીસગઢ એક્સપ્રેસમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. કર્મચારી સ્લીપર કૉચની સફાઈ કરી રહ્યા હતા. એસ-7 કૉચમાં કર્મચારી સફાઈ કરી રહ્યા હતા. કૉચના ટૉયલેટની સફાઈ માટે ગયેલા કર્મચારીઓને ખબર પડી કે ટૉયલેટ અંદરથી બંધ છે. કર્મચારીઓએ બૂમો પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મામલો શંકાસ્પદ લાગતાં કર્મચારીઓએ જીઆરપીને જાણ કરી.

જીઆરપીએ બહાર કાઢી લાશ

કર્મચારીઓએ તાત્કાલીક ઘટનાની માહિતી જીઆરપીને આપી. સૂચના મળતાં જ જીઆરપીની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘણી મુશ્કેલી બાદ ટૉયલેટની બારીથી જ્યારે અંદર જોયું તો અંદર જમીન પર એક યુવકની લાશ નજરે પડી. પછી ટૉયલેટનો દરવાજો તોડીને યુવકની લાશને બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી.

મૃત યુવકના હાથમાં ટેટૂ જોવા મળ્યું.
યુવકની ઓળખ ન થઈ શકી

નોંધનીય છે કે, છત્તીસગઢ ઍક્સપ્રેસ ટ્રેન ગુરુવાર રાત્રે અમૃતસર (Amritsar)થી બિલાસપુર પહોંચી હતી. શુક્રવાર સવારે લોકલ બનીને જતાં પહેલા ટ્રેનનું મેન્ટેનન્સ થઈ રહ્યું હતું. આ દરમિયાન કર્મચારીઓને યુવકની લાશ જોવા મળી. હાલ યુવકની ઓળખ નથી થઈ શકી. મળતી માહિતી મુજબ, યુવકના હાથમાં એક ટેટૂ પણ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો,

બે ફુટના ઠિંગુજીને મળી 6 ફુટની સુંદર દુલ્હન, લગ્નના ડાન્સનો વીડિયો વાયરલ!
વિલાયતી લાડી ને દેશી વર! જાપાનની યૂરી બની કુમારની દુલ્હન
First published: November 22, 2019, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading