ઉંમર માત્ર 21, એક વર્ષથી પણ ઓછા સમયમાં બે લોકોની હત્યા અને 9 લૂંટ

રેલવે પોલીસના એસઆઈની આ કારણે કરી હતી હત્યા, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી બાબતો

રેલવે પોલીસના એસઆઈની આ કારણે કરી હતી હત્યા, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી બાબતો

 • Share this:
  જગબીર ઘનગાસ, ભિવાનીઃ હરિયાણામાં પોલીસે રેવાડી ખેડા ગામમાં કેનેરા બેન્કના મુખ્ય લૂંટેરાની ધરપકડ (Arrest) કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ લૂંટારુંની ઉંમર 21 વર્ષની પણ નથી. પણ તેણે અપરાધની દુનિયામાં માત્ર એક વર્ષમાં રેલવે પોલીસ (Railway Police) ના એસઆઈ સહિત બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને 9 વાર અલગ-અલગ સ્થળે લૂંટ કરી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

  પોલીસની પકડમાં આવેલો આરોપી જેટલો માસૂમ અને ઉંમરમાં નાનો લાગે છે, પરંતુ તેના અપરાધ ખૂબ સંગીન છે. તેનું નામ દિનેશ ઉર્ફે ફૌજી છે, જે સૈય ગામનો રહેવાસી છે. આ એ ફૌજી છે જેણે પોતાની પડોશના ગામ રેવાડી ખેડાની કેનેરા બેન્કમાં 4 માર્ચે પોતાના અન્ય ત્રણ સાથીઓની સાથે મળી ધોળેદિવસે બંદૂકની અણીએ 4.78 લાખની લૂંટ ચલાવી હતી.

  આ પણ વાંચો, Fact Check: પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર?

  પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી બાબતો

  પોલીસ આરોપી ફૌજીની ધરપકડ કરીને જ્યારે પૂછપરછ કરી રહી હતી તો પોલીસ પણ હેરાન રહી ગઈ જ્યારે ફૌજીએ એક પછી એક મોટી અને સંગીન ગુનાઓ વિશે ખુલાસો કર્યો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે દિનેશ ઉર્ફ ફૌજીએ રેવાડી ખેડા ગામની કેનેરા બેન્કમાં લૂંટ ઉપરાંત બીજી અનેક લૂંટની સાથે હત્યા પણ કરી છે. જ્યારે તે પોતાના સાથીઓની સાથે 17-18 મેની રાતે ઉકલાના રેલવે સ્ટેશન પર દારૂ પી રહ્યો હતો તો તેની પૂછપરછ કરનારા રેલવે પોલીસના એસઆઈ મનીષ શર્માને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો.

  આ પણ વાંચો, Mutual Fundsમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, હવે ઘટી શકે છે આપનો નફો

  દોસ્ત માટે કરી દીધી હતી એક યુવકની હત્યા

  બીજી તરફ, 23 જૂને જીન્દના ગતૌલી ગામ નિવાસી સુમીતની ગોળી મારી હત્યા કરી, કારણ કે તે તેના દોસ્તના દારૂના ઠેકામાં અડચણ બની રહ્યો હતો. તેની સાથે જ પોલીસ પૂછપરછમાં દિનેશ ઉર્ફ ફૌજીએ કબૂલ્યું કે તેણે પોતાના અન્ય સાથીઓની સાથે મળી 3 સપ્ટેમ્બર 2019ના રોજ પહેલીવાર દિલ્હીના નજફગઢમાં એક મકાનથી બંદૂકની અણીએ એક કરોડ રૂપિયાના ઘરેણા તથા રોકડની લૂંટ કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: