મુંબઈ : આઈઆઈટી બોમ્બે (IIT-B) ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ પણ ફરીથી ગાય જ છે. આઈઆઈટી (IIT)ની હૉસ્ટેલમાં એક ગાય જોવા મળી છે. આ વખતે તેની તસવીર વાયરલ થઈ રહી છે. કહેવાય છે કે આ વખતે ગાયે આઈઆઈટી સ્ટુડન્ટના પુસ્તકના પાના ખાઈ લીધા. આ વખતે આ ગાય આઈઆઈટીની હૉસ્ટેલ નંબર-3માં જોવા મળી છે.
એક યૂઝરે આ ગાયની તસવીર શેર કરતાં લખ્યું છે કે, આ વિસ્તારમાં શ્વાનોની વધતી વસતીના કારણે તેમની ઉપસ્થિતિ તો અહીં દેખાતી હતી, પરંતુ હૉસ્ટેલમાં ગાય આવવાનો મામલો ભાગ્યે જ સાંભળવા મળે છે. હાલમાં જ આવા કિસ્સા વધ્યા છે. તેના માટે કંઈ કરવું જોઈએ.
There is definitely a huge dog menace in hostels mainly due to uncontrolled population, but never seen/ heard cows & bulls entering hostel rooms in IIT Bombay campus.
So many incidents in recent times, Something looks fishy! #IITBombayhttps://t.co/2cAitMh6Vq
આ વર્ષે જુલાઈમાં આઈઆઈટી બોમ્બે (IIT-B) ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે એક ગાય ક્લાસ રૂમમાં ઘૂસી ગઈ હતી. જ્યારે તેનો વીડિયો સામે આવ્યો તો તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. ત્યારબાદ મેનેજમેન્ટે આ મામલાને લઈ એક કમિટીની રચના કરી હતી. જોકે, લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પૂછ્યું હતું કે, શું ગાયે જેઈઈ (JEE) પાસ કરી લીધું?
જુલાઈમાં જ એક ગાયે કેમ્પસની અંદર એક ઇન્ટર્નને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. ત્યારબાદ જ એક કમિટીની રચના કરવામાં આવી હતી. સ્ટુડન્ટ્સ સહિત બીજા લોકોનું કહેવું છે કે અત્યાર સુધી આ ગાય માત્ર અહીં જોવા મળતી હતી, પરંતુ પુસ્તક ખાઈ જવાનો આ પહેલો મામલો છે. એક યૂઝરે 8 વર્ષ પહેલા હૉસ્ટેલમાં ગાય આવી હોવાનો દાવો કર્યો છે.
8 years ago, a cow had walked into our hostel wing in IIT Bombay. Stray cows have always been at home on campus, so their attending class isn't new! :)https://t.co/vhM4x4ppObpic.twitter.com/zOvJ4EKV4X
જોકે, આ નવા દાવા પર આઈઆઈટી મેનેજમેન્ટે સવાલ ઉઠાવ્યા છે. આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે, એ વાતના કોઈ પુરાવા નથી કે તસવીર આઈઆઈટી બોમ્બે હૉસ્ટેલની છે. જોકે, IIT-B દ્વારા રચવામાં આવેલી કમિટી એ વાત પર સહમત છે કે કેમ્પસમાં ગાય જેવા પશુઓની સંખ્યા છેલ્લા થોડાક દિવસોમાં ત્રણ ગણી થઈ ગઈ છે.
પરંતુ, IIT-Bના પ્રવક્તા એ વાત સ્વીકારે છે કે તેઓ તેને લઈને જરૂરી પગલાં લેશે. તેની સાથે જ તેઓ ગાર્ડને એ વાતની સૂચના કરશે કે ગાય જેવા પશુઓ એવા સ્થળથી દૂર રાખે જ્યાં ક્લાસ ચાલી છે. આ ઉપરાંત તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એનજીઓની પણ મદદ માંગી છે.