Home /News /national-international /બાંગ્લાદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરે લઈ જતી બોટ પલટી, ઓછામાં ઓછા 24 લોકોના થયા મોત

બાંગ્લાદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરે લઈ જતી બોટ પલટી, ઓછામાં ઓછા 24 લોકોના થયા મોત

બાંગ્લાદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરે લઈ જતી બોટ પલટી

આ ઘટના બાંગ્લાદેશના પંચગઢ જિલ્લામાં બની હતી જ્યારે ભક્તો મહાલય (Durga Puja) પ્રસંગે બોટમાં બોડેશ્વરી મંદિર જઈ રહ્યા હતા. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અને વડાપ્રધાન શેખ હસીનાએ રવિવારની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

    હિન્દુ તીર્થયાત્રીઓને બોડેશ્વરી મંદિરે (Bodeshwari temple) લઈ જતી હોડી પર સવાર ઓછામાં ઓછા 24 લોકો રવિવારે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશમાં (northwestern Bangladesh) કોરોટા નદીમાં પલટી ગયા હતા, જેમાં એક ડઝનથી વધુ લોકો ગુમ થયા હતા. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બાંગ્લાદેશના પંચગઢ જિલ્લામાં બની હતી જ્યારે મહાલય (દુર્ગા પૂજા ઉત્સવની શરૂઆત)ના અવસરે શ્રદ્ધાળુઓ બોટમાં બોડેશ્વરી મંદિર જઈ રહ્યા હતા.

    પંચગઢના બોડા ઉપ-જિલ્લાના વહીવટી વડા સોલેમાન અલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "બોટ પલટી જવાની ઘટનામાં લગભગ 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં આઠ નાના બાળકો અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે... તેમાંથી કેટલાકને સ્થાનિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો:  Rajasthan Crisis: રાજસ્થાનમાં કોંગ્રેસમાં ગાબડું, ગેહલોત જૂથના 82 ધારાસભ્યોનું એકસાથે રાજીનામું

    અલીએ જણાવ્યું હતું કે અગ્નિશામકો અને સ્થાનિક ડાઇવર્સ ગુમ થયાની શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બોટમાં 70 થી 80 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે. અલીએ કહ્યું કે એન્જિનથી ચાલતી બોટ દુર્ગા પૂજા ઉત્સવના અવસર પર ભક્તોને સદીઓ જૂના બોડેશ્વરી મંદિરમાં લઈ જઈ રહી હતી.

    પંચગઢના ડેપ્યુટી કમિશનર અથવા વહીવટી વડા ઝહુરુલ હકે જણાવ્યું હતું કે બોટ તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ જતી હતી. બાંગ્લાદેશમાં રવિવારે શરૂ થયેલી દુર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ દર વર્ષે બોડેશ્વરી મંદિરની મુલાકાત લે છે.

    આ પણ વાંચો:  Video: લાઇવ મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરની મોત, દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

    બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અને વડાપ્રધાન શેખ હસીનાએ રવિવારની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન, સ્થાનિક સત્તાવાળાઓને જીવંતની સારવાર અને મૃતકો માટે વળતર માટે તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: બાંગ્લાદેશ

    विज्ञापन
    विज्ञापन