પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત

News18 Gujarati
Updated: September 14, 2020, 4:52 PM IST
પતિની ક્રૂર હરકત! ગર્ભવતી પત્નીના પેટ ઉપર માર્યું પાટું, ગર્ભમાં રહેલા છ મહિનાના બાળકનું મોત
પીડિત મહિલાની તસવીર

સાસરીના લોકોએ કોઈ ડોક્ટરને બોલાવ્યા નહીં. એક દાયણને બોલાવીને મરેલું બાળક પેટમાંથી બરા કઢાવ્યું હતું.

  • Share this:
જમુઈ: બિહારના જમુઈની એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં સાસરીયાઓએ એક ગર્ભવતી મહિલાને (pregnant woman beaten) ઢોર માર મારવાના કારણે ગર્ભમાં ઉછરી રહેલા છ મહિનાના બાળકનું મોત થયું હતું. આ મામલો બિહારના જમુઈના તાના ઈકેરિયા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમામે પીડિતા પ્રિયંકા કુમારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રિયંકાના લગ્ન એક વર્ષ પહેલા ધર્મવીર સાથે થયા હતા. મહિલાનું કહેવું છે કે લગ્નના એક મહિના બાદ સાસરીઆના લોકોએ મહિલા ઉપર અત્યાચાર ગુજારવાનું શરું કરી દીધું હતું. સાસુ મંજૂ દેવી, નણંદ પુનીતા દેવી અને પતિ ધર્મવીર પાસવાન સતત તેના ઉપર અત્યાચાર ગુજારતા હતા.

મહિલાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, 2 સપ્ટેમ્બર એટલે કે શનિવારે બધાએ મળીને તેને ઢોર માર માર્યો હતો. તેના પતિ વીરેન્દ્ર પાસવાને પેટ ઉપર લાત મારી હતી. જેના કારણે ગર્ભમાં ઉછરી રહેલા 6 મહિનાના બાળકનું મોત થયું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે સાસરીના લોકોએ કોઈ ડોક્ટરને બોલાવ્યા નહીં. એક દાયણને બોલાવીને મરેલું બાળક પેટમાંથી બરા કઢાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તારે અહીં રહેવું હોય તો પૈસા આપવા પડશે' કોસાડમાં દાદુ નામના 'ગુંડા'એ યુવકના ગળા ઉપર તલવાર મૂકી ખંડણી માંગી

પ્રિયંકાના પતિ વિરેન્દ્ર પાસવાનનું કહેવું છે કે જાણ થતાં તે ઇકેરિયા ગામ પહોંચ્યા હતા અને મૃત બાળકને લઈને મહિલા પોલીસ સ્ટેશન આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ તપાસમાં લાગી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યાઆ પણ વાંચોઃ-સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ

આ અંગે મહિલા પોલીસ સ્ટેશનના જ્ઞાન ભારતીનું કહેવું છેકે પીડિતા દ્વારા અરજી આપવામાં આવી છે. ફરિયાદ નોંધવામાં આવી છે. જલદી દહેજ લોભી પતિ અને અન્ય સાસરીના લોકોની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનયી છે કે અત્યારે દહેજના દુષણ સામે હજી પણ લોકોમાં જાગૃતિ આવી નથી. અને દહેજ માટે પરિણીતાઓ ઉપર સાસરીના લોકો અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. અને સમાજના સાચા ચહેરાને ઉજાગર કરતા રહે છે. દહેજ ભૂખ્યા સાસરીના લોકોના ત્રાસનો ભોગ બિહારની એક ગર્ભવતી મહિલા થઈ હતી.
Published by: ankit patel
First published: September 14, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading