મુંબઈઃ દાદા-પિતાને ચપ્પાના ઘા મારી હત્યા કરી પછી 20 વર્ષના યુવકે છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા

મુંબઈઃ દાદા-પિતાને ચપ્પાના ઘા મારી હત્યા કરી પછી 20 વર્ષના યુવકે છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા
ઘટના સ્થળની તસવીર

ડરના માર્યો નોકર બાથરૂમમાં સંતાઈ ગયો હતો અને બાથરૂમમાંથી દર્દનાક મંજર પોતાની નજરે જોયો હતો.

 • Share this:
  મુંબઈઃ મુંબઈના (Mumbai) મુલુંડ (Mulund) વિસ્તારમાં સવારે એક દર્દનાક ઘટના બની હતી. અહીં વસંત ઓક્સર ઇમારતના છઠ્ઠા માળામાં એક યુવકે છલાંગ (boy jump from 6th floor) લગાવીને આત્મહત્યા (suicide) કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યા પહેલા તેણે ઘરમાં હાજર પિતા અને દાદાને ચપ્પાના ઘા મારીને (son killed father and grand father) હત્યા કરી દીધી હતી. હાજર નોકરે (sarvant) આ આઘી ઘટના જોઈ હતી.

  પોલીસ અનુસાર આ ઘટના સવારે નવ વાગ્યે બની હતી. મુલુંડ વિસ્તારમાં સ્થિત વસંત ઓસ્કરની સી વિંગ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે 604માં રહેનારા શાર્દુલ માંગલે પહેલા પોતાના 50 વર્ષીય કેશવ માંગલ અને 84 વર્ષીય દાદા સુરેશ કેશવ માંગલની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે ફ્લેટથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.  સ્થાનિક લોકોના પ્રમાણે લોકો શનિવારે સવારે નીચે ફરી રહ્યા હતા ત્યારે તેમની સામે યુવક બિલ્ડિંગ ઉપરથી નીચે પડ્યો હતો. આ દ્રશ્ય રૂંવાડા ઊભા કરી નાંખનારું હતું. યુવકે છઠ્ઠા માળેથી છલાંગ લાગવીને આત્મહત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ યુવકના ઘરે પહોંચી અને જોયું તો વૃદ્ધ દાદા અને યુવકના પિતાની પણ લોહીથી લથપથ લાશ પડી હતી.

  આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

  આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

  ઘટના સમયે કેયર ટેકર અનંત કામ્બલે ઘરમાં હજાર હતો. અન તેણે આખી ઘટના નજરે જોઈ હતી. તેણે પહેલા કેશવ માંગલ અને સુરેશ કેશવ માંગને બચાવાવનો પ્રયત્ન કર્યો તો. પરંતુ શાર્દુલ ગુસ્સામાં હતો જેના કારણે તે ડરી ગયો હતો. જેના કારણે તે ઘરના બાથરુમમાં સંતાઈ ગયો હતો. બાથરૂમમાંથી તેણે આખી ઘટના જોઈ હતી.

  આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  પોલીસે યુવક તેમજ દાદા અને પિતાની લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અને શાર્દુલે આવું કેમ કર્યું તે જાણવા માટે નોકરની વધારે પૂછપરછ કરી રહી છે. સાથે સાથે સ્થાનિક લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.  યુવકે સર્જેલા હત્યા કાંડ અને ત્યારબાદ યુવકના આપઘાતની આ કમકમાટી ભરી ઘટનાથી સ્થાનિક લોકોમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published:March 07, 2021, 15:58 pm