કેરળમાં ભારે વરસાદમાં 12માં ધોરણના સર્ટિફિકેટ પલળી જતા વિદ્યાર્થીનો આપઘાત

 • Share this:
  કેરળમાં લાખો લોકો ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે ઝઝુમી રહ્યા છે. સદીની આ સૌથી મોટી આફતમાં બધુ જ તબાહ થઇ ગયુ છે. આ સમયે શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સર્ટિફિકેટ પલળી જતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. 19 વર્ષના આ વિદ્યાર્થી 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.

  પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, કૈલાસ નામના વિદ્યાર્થીનો પરિવાર કોઝીકોડ જિલ્લામાં આવેલા કરથુંરમાં રહેતો હતો. તેમના આખા ઘરમાં પુરનું પાણી ફરી વળ્યુ અને તેમને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા. કૈલાસે તાજેતરમા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનીંગ ઇન્સ્ટટ્યુટમાં પ્રવેશ મળ્યો હતો અને તેણે નવા કપડા પણ ખરીદ્યા હતા. વરસાદ ઓછો થતા તે પોતાના ઘરે પાછો ફર્યો હતો અને ઘરની પરિસ્થિતિ જોતા જ તેને આઘાત લાગ્યો હતો. બધુ જ તણાય ગયુ હતું. ઘરવખરીની સાથે સાથે તેના 12માં ધોરણના સર્ટિફિકેટ પણ પલળી ગયા હતા. આ આઘાતથી તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો.

  તેના પરિવારજનો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેની લાશ ઘરમાં લટકતી હતી. તેના પિતા મજુરી કરે છે અને દિકરો તેમનો આધાર હતો. કેરળમાં આવેલા પૂરમાં ઘરવખરી તણાઇ ગઇ હતી. દિકરો પણ ગયો.

  કેરળમાં આવેલા ભારે પૂરના કારણે 300થી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર થયા છે. હજ્જારો લોકો હાલ રાહત છાવણીઓ આશરો લઇ રહ્યા છે.
  Published by:Bhoomi Koyani
  First published: