Home /News /national-international /

Accident: ગલુડીયાને બચાવતા સમયે નવમા માળેથી પડી જતા 12 વર્ષની માસૂમનું મોત

Accident: ગલુડીયાને બચાવતા સમયે નવમા માળેથી પડી જતા 12 વર્ષની માસૂમનું મોત

ગલુડીયાને બચાવવા જતા બાળકીનું મોત

જે ડોગીને 12 વર્ષની માસૂમ બાળા બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, તે ગલુડીયુ પણ બચી શક્યું નહીં અને બાળા સાથે નીચે પડી ગયું.

    ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક દર્દનાક અકસ્માત થયો છે. અહીં જાળમાં ફસાયેલા ગલુડીયાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે 12 વર્ષની બાળકીનું 9મા માળેથી પડી જતાં મોત નીપજ્યું છે. અકસ્માત કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ગૌર હોમ્સ સોસાયટીનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 12 વાગ્યાની આસપાસ બની જ્યારે 12 વર્ષની જ્યોત્સના ઘરમાં કૂતરાના બચ્ચા સાથે રમી રહી હતી. કૂતરૂ અચાનક બાલ્કનીમાં જાળીમાં ફસાઈ ગયું. માસૂમ જ્યોત્સના ગલુડીયાને જાળમાંથી બહાર કાવાનો પ્રયત્ન કરી રહી હતી. તે જ સમયે, જ્યોત્સનાનું સંતુલન ખોરવાઈ ગયું અને તે 9મા માળેથી નીચે પડી ગઈ.

    જ્યારે છોકરીના નીચે પડવાનો અવાજ સંભળાયો ત્યારે ઘરમાં હાજર જ્યોત્સના માતા કિરણને ખબર પડી. જ્યારે તે નીચે દોડી ગઈ, ત્યારે તેણે દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ અને છોકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેનું મૃત્યુ થયું.

    જ્યોત્સના ગાઝિયાબાદની એક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પિતા ખેતાન કંપનીમાં કામ કરે છે. અકસ્માત સમયે ઘરમાં માત્ર માતા અને પુત્રી હાજર હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જોકે, અત્યારે પરિવાર કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહ્યો છે. બીજી બાજુ, પ્રત્યક્ષદર્શી ગાર્ડે પોતાનું નિવેદન આપ્યું. પરિવાર આઘાતમાં છે અને મીડિયા સામે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી રહ્યો છે. બીજી બાજુ, જે ડોગીને 12 વર્ષની માસૂમ બાળા બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, તે ગલુડીયુ પણ બચી શક્યું નહીં અને બાળા સાથે નીચે પડી ગયું.

    આ પણ વાંચોસુરત : માસૂમ બાળક રમી રહ્યું હતું, કાર ચાલકે કચડી દેતા મોત, પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયા

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતમાં એક માસૂમનું અકસ્માતે મોતના સમાચાર સામે આવ્યા હતા. જેમાં સુરતના પીપલોદ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટનામાં એક સાડા ત્રણ વર્ષનું બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો, તે દરમ્યાન કોઈ અજાણ્યા કાર ચાલકે દ્વારા અડફેટમાં લેતા બાળકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. જેથી બાળકને તાત્કાલિક સોસાયટીના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. બાદમાં ઉમરા પોલીસને જાણ થતાં પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Accident News, Ghaziabad, National news

    આગામી સમાચાર