99 મિલિયન વર્ષો જૂના આ જીવને માનવામાં આવે છે મીની ડાયનાસોર, વાસ્તવમાં છે એક ગરોળીની પ્રજાતિ

99 મિલિયન વર્ષો જૂના આ જીવને માનવામાં આવે છે મીની ડાયનાસોર, વાસ્તવમાં છે એક ગરોળીની પ્રજાતિ
99 મિલિયન વર્ષો જૂના આ જીવને માનવામાં આવે છે મીની ડાયનાસોર, વાસ્તવમાં છે એક ગરોળીની પ્રજાતિ

વૈજ્ઞાનિકોને મ્યાનમારમાં 99 મિલિયન વર્ષ જૂની બે અશ્મિઓ મળી

  • Share this:
વૈજ્ઞાનિકોને મ્યાનમારમાં 99 મિલિયન વર્ષ જૂની બે અશ્મિઓ મળી હતી. જે ગરોળીની એક નવી પ્રજાતિ હોવાનું સામે આવ્યું છે. Oculudentavis naga નામની નવી પ્રજાતિ Oculudentavis khaungraae જેવી પ્રજાતિઓના એક જ સમૂહથી સંબંધિત છે, જેને પહેલા એક નાનું પક્ષી અથવા ડાયનાસોર માનવામાં આવતું હતું. બે નવા નમૂના જેમાં જડબાના દાંત દેખાઇ રહ્યા હતા અને અન્ય અજાણ્યા અંગો દ્વારા સંશોધન કરી વૈજ્ઞાનિકોએ તે ગરોળી હોવાનું શોધ્યું હતું. અભ્યાસના મુખ્ય શોધકર્તા અરનો બોલેટે એક નિવેદનમાં કહ્યુ કે, નમૂનાએ પહેલા તો તેમાં સામેલ તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. જો આ ગરોળી છે તો તે ખૂબ અસમાન્ય કહેવાય.

જીવ વૈજ્ઞાનિકોએ અવશેષો પર સિટી સ્કેન કરી અને ડેટાનું વિશ્લેષણ કર્યુ હતું. જેમાં તેમણે જાણ્યું કે, રહસ્યમય પશુ પાસે સ્કેલ્સ હતા, તેમના દાંત સીધા જડબા સાથે જોડાયેલ હતા. જ્યારે ડાયનાસોરના દાંત એક સોકેટમાં જોડાયેલ હોય છે જડબા સાથે નહીં. અન્ય પુરાવાઓમાં આંખોની સંરચના અને ખંભાના હાડકાઓ ગરોળી જેવા હતા અને હોકી સ્ટિકના આકારની ખોપડી પણ સામેલ છે, જે જડબા સાથે જોડાયેલ દાંત વાળા સરીસૃપોમાં કોમન છે.આ પણ વાંચો - ચિરાગ પાસવાને કહ્યું- મારા અંકલે મને કહ્યું હોત તો મેં પોતે તેમને પદ આપ્યું હોત

બોલેટે વધુમાં કહ્યું કે, અમે નિષ્કર્ષ કાઢ્યો કે બંને નમૂનાઓ એક જ જીનસ, ઓકુલુડેન્ટાવિસ સાથે સંબંધિત હતા. પરંતુ ઘણા તફાવતમાં સામે આવ્યું કે તે અલગ અલગ પ્રજાતિના છે. આ અંગે નવું સંશોધન 14 જૂને કરન્ટ બાયોલોજીમાં પ્રકાશિત થયું હતું. માર્ચ 2020માં નેચરમાં પબ્લિશ થયેલ એક શોધમાં વૈજ્ઞાનિકોએ ઓ. ખૌંગરાએની ઓળખ ચકલીના આકારના ડાયનાસોર તરીકે કરી હતી. પરંતુ બાદમાં મે, 2020માં તેમણે તે કાગળો પરત લઇ લીધા હતા.

વૈજ્ઞાનિકોની ટીમે એ પણ જાણ્યું કે, સંરક્ષણ દરમિયાન બંને નમૂના વિખેરાઇ ગયા હતા. જીવ વૈજ્ઞાનિકોએ પહેલી વખત નમૂના પર ધ્યાન આપ્યું હતુ જ્યારે તે મ્યાનમારમાં જેમોલોજિસ્ટ એડોલ્ફ પેરેટી દ્વારા ખરીદેલા જીવાશ્મ સંગ્રહનો અભ્યાસ કરી રહ્યા હતા. જોકે મ્યાનમારમાં એમ્બરનું ખનન અને વહેંચાણ દેશમાં માનવઅધિકારોના હનનથી જોડાયેલ છે. તે માટે ફ્લોરિડા મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીએ એક સમાચાર વિજ્ઞાપનમાં સ્પષ્ટ કર્યુ કે ખરીદી સોસાયટી ફોર વર્ટેબ્રેટ પેલિયોન્ટોલોજી દ્વારા નક્કી કરેલ ગાઇલાઇન્સ પ્રમાણે કરવામાં આવી હતી.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ