ગયા વર્ષે ખ્રિસ્તી થયેલા 96 લોકોની હિંદુ ધર્મમાં ‘ઘરવાપસી’

News18 Gujarati
Updated: January 22, 2019, 2:18 PM IST
ગયા વર્ષે ખ્રિસ્તી થયેલા 96 લોકોની હિંદુ ધર્મમાં ‘ઘરવાપસી’
પ્રતિકાત્મક તસવીર

વિશ્વ હિંદુ પરિષદે એવુ કહ્યું કે, આ ગરીબ આદિવાસીઓને નિરક્ષરતાનો લાભ લઇને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.

  • Share this:
ત્રિપુરા રાજ્યમાં 96 ખ્રિસ્તી પરિવારએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. આ ધર્મ પરિવર્તન માટે તેમને કોઇ દબાણ કરવામાં આવ્યુ નહોતું. આવો દાવો હિંદુ જાગરણ મંતે કર્યો છે.

વિશ્વ હિંદુ પરિષદે એવો દાવો કર્યો છે કે, જે પરિવારોએ હિંદુ ધર્મમાં ઘર વાપસી કરી છે તેઓ મોટા ભાગે ગરીબ અને મજુર વર્ગનાં છે અને ગયા વર્ષે તેમને પરાણે ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. આ લોકો મુળ રીતે હિંદુઓ જ હતા પણ તેમને દબાણ કરીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા પણ હવે તેઓ સ્વેચ્છાએ પાછા હિંદુ ધર્મમાં આવ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદ આ કાર્યક્રમને ઘર વાપસી કહે છે. હિંદુ ધર્મમાં પાછા આવનારા આ આદિવાસી લોકો મોટાભાગે ચાનાં બગીચાઓમાં કામ કરે છે અને આદિવાસી ઓરાઆ અને મુંડા સમાજમાંથી આવે છે અને ઝારખંડ અને બિહારનાં વતનીઓ છે.

વિશ્વ હિંદુ પરિષદે એવુ કહ્યું કે, આ ગરીબ આદિવાસીઓને નિરક્ષરતાનો લાભ લઇને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી રાજનાથ સિંઘે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ઘર્મ પરિવર્તન ન થવુ જોઇએ. આ વિશે ચર્ચા થવી જોઇએ. અમે કોઇના પ્રત્યે ભેદભાવ રાખતા નથી. અમે જીતીએ કે હારીએ પણ ભેદભાવ રાખીશું નહીં. અમે માનીએ છીએ કે, દરેક વક્તિ ધર્મ પાળવાની બાબતમાં સ્વતંત્ર છે.”
First published: January 22, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading