'લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટવા છતાંય ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ'

પ્રતીકાત્મક તસવીર

ઇસરોના અધિકારીએ જણાવ્યું કે, ઓર્બિટર લેન્ડર વિક્રમની તસવીરો લઈને તેની સ્થિતિ વિશે માહિતી એકત્ર કરી શકે છે

 • Share this:
  ચંદ્રયાન-2 (Chandrayaan 2) મોડી રાત્રે ચંદ્ર (Moon)ની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે આવીને પોતાનો માર્ગ ભટકી ગયું. જોકે, હજુ પણ આ મિશનને લઈને હજુ આશાઓ કાયમ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તૂટ્યા બાદ પણ 95 ટકા ચંદ્રયાન-2નું મિશન અત્યાર સુધી સફળ રહ્યું છે.

  લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાને લઈ ઇસરોના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતો જણાવ્યું, 'મિશને પોતાનો 5 ટકા હિસ્સો જ ગુમાવ્યો છે, બાકી 95 ટકા, જે ચંદ્રયાન-2 ઓર્બિટર છે, સફળતાપૂર્વક ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે.'

  આ પણ વાંચો, ચંદ્રયાન-2 : 15 મિનિટમાં કેવી રીતે માર્ગ ભટકી ગયું ઇસરોનું લેન્ડર વિક્રમ?

  આ અધિકારી મુજબ, એક વર્ષના મિશન લાઇફમાં આ ઓર્બિટર ચંદ્રની અનેક તસવીરો લઈ શકે છે અને તેને ઇસરોને મોકલી શકે છે. ઇસરોના અધિકારીએ જણાવ્યું કે, ઓર્બિટર લેન્ડર વિક્રમ (Lander Vikram)ની તસવીરો લઈને તેની સ્થિતિ વિશે માહિતી એકત્ર કરી શકે છે. ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનમાં ત્રણ ખંડ સામેલ હતા- ઓર્બિટર (2,379 કિગ્રા, આઠ પેલોડ), લેન્ડર વિક્રમ (1,471 કિગ્રા, ચાર પેલોડ) અને રોવર પ્રજ્ઞાન (27 કિગ્રા, બે પેલોડ). 2 સપ્ટેમ્બરે વિક્રમ ઓર્બિઠરથી અલગ થઈ ગયું હતું.

  આ પણ વાંચો, ISRO ચીફ કે. સીવન રડી પડ્યા, પીએમ મોદીએ ભેટીને જુસ્સો વધાર્યો

  22 જુલાઈએ 978 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ચંદ્રયાન-2ને ટેક્સ્ડ બુક શૈલીમાં ભારતના ભારે લિફ્ટ રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક-III દ્વારા અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરો દ્વારા પાંચ પૃથ્વી-કક્ષાની પરિક્રમા ગતિવિધિઓ બાદ તેને ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં મૂકી દીધું હતું. અંતિમ ચરણમાં જઈને લેન્ડર વિક્રમ અને ઓર્બિટરની વચ્ચે કોમ્યુનિકેશન લિંક તૂટી ગયો.

  આ પણ વાંચો, ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર મોદી બોલ્યા : ઉત્સાહ નબળો નથી પડ્યો, વધુ મજબૂત થયો

  Published by:Mrunal Bhojak
  First published: