Bhagwani Devi Dance: 94 વર્ષની મેડલ વિજેતા દાદીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ફિનલેન્ડમાં જીતીને આવ્યા એક ગૉલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ
Bhagwani Devi Dance: 94 વર્ષની મેડલ વિજેતા દાદીએ એરપોર્ટ પર કર્યો ડાન્સ, ફિનલેન્ડમાં જીતીને આવ્યા એક ગૉલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ
ભગવાની દેવી
Bhagwani Devi Dance: ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતીને ભારત પરત ફરેલા હરિયાણાના વતની ભગવાની દેવી દિલ્હી એરપોર્ટ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હી: હરિયાણાની વતની ભગવાની દેવી (Bhagwani Devi)એ 94 વર્ષની ઉંમરે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ (Gold Medal) અને બે બ્રોન્ઝ જીતીને દેશનું નામ રોશન કરી દીધું છે. ભગવાની દેવી મેડલ જીતીને ભારત પરત ફર્યા ત્યારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ચાહકો પણ તેને જોવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવાની દેવીએ ડાન્સ કરીને પોતાની જીતની ઉજવણી કરી હતી. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા.
ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતીને ભારત પરત ફરેલા હરિયાણાના વતની ભગવાની દેવી દિલ્હી એરપોર્ટ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ તેમનો એક વીડિયો શેર કર્યો છે, 'જેમાં તે ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે અને ડાન્સ કરતા દેખાય છે. તેમણે કહ્યું કે ‘હું ખૂબ જ ખુશ છું કે બીજા દેશમાં મેડલ જીતીને મેં મારા દેશને ગૌરવ અપાવ્યું છે.’
એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા
94 વર્ષીય ભગવાની દેવી ડાગરે ફિનલેન્ડના ટેમ્પેયરમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમની જીતની સાથે જ દેશભરના લોકો સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપી રહ્યા છે. લોકો તેમને એથ્લેટિક્સની રાણી કહી રહ્યા છે. રમતગમત મંત્રાલયે ભગવાની દેવીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય અનુરાગ ઠાકુર, હરદીપસિંહ પુરી અને પીયૂષ ગોયલ સહિત અન્ય ઘણા નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ
ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર 24.74 સેકન્ડના સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે ગોળાફેંક એટલે કે શોટ પુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ભગવાની દેવીએ આ પેહલીવાર મેડલ નથી જીત્યો. તેમણે ચેન્નાઈમાં યોજાયેલી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પછી તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું.
#WATCH Delhi | 94-year-old Bhagwani Devi Dagar celebrates her feat of winning gold and 2 bronze for India at the World Masters Athletics championships 2022 in Finland.
વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ 35 વર્ષ અને તેથી વધુ ઉંમરના એથ્લેટ્સ માટે આયોજિત કરવામાં આવે છે. તેની શરૂઆત 1975માં થઈ હતી. આ વખતે આ ઇવેન્ટ ફિનલેન્ડમાં 29 જૂનથી 10 જુલાઈ સુધી યોજાઈ હતી. ભગવાની દેવીને આ જીત બાદ દેશભરમાંથી લોકો સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. તે મંગળવારે ભારત પરત ફર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર