93 વર્ષીય જ્યોત્સના બોઝ કોરોના રિસર્ચ માટે પોતાનું શરીર દાન કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા

(પ્રતીકાત્મક તસવીર)

. કોલકાતાના 93 વર્ષના જ્યોત્સના બોઝ નામના મહિલાએ કોવિડ-19 પર રિસર્ચ કરવા માટે પોતાનું શરીર દાનમાં આપનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે

  • Share this:
સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. અનેક લોકો નિ:સ્વાર્થભાવે આ કોરોનાના સમયમાં સેવા કરી રહ્યા છે. નિ:સ્વાર્થભાવે સેવા કરતા લોકો માત્ર સારુ કામ નથી કરતા, પરંતુ માનવતાનું એક સચોટ ઊદાહરણ પણ પૂરું પાડે છે. પશ્ચિમ બંગાળમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કોલકાતાના 93 વર્ષના જ્યોત્સના બોઝ નામના મહિલાએ કોવિડ-19 પર રિસર્ચ કરવા માટે પોતાનું શરીર દાનમાં આપનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આ માહિતી પશ્ચિમ બંગાળમાં નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ગંદર્પન દ્વારા શેર કરવામાં આવી છે, જે પેથોલોજીકલ ઓટોપ્સીની સુવિધા પ્રદાન કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ટ્રેડ યુનિયન નેતા જ્યોત્સના બોઝ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને 14 મેના રોજ નોર્થ કોલકાતામાં આવેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યોત્સના બોઝ બે દિવસ બાદ કોરોના સામે જંગ હારી ગયા અને તેમનું મૃત્યું થયું હતું. તેમનો જન્મ 1927માં ચિત્તાગોંગમાં થયો હતો, જે બાંગ્લાદેશમાં આવેલું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે બર્માથી પરત આવતા તેમના પિતા લાપતા થઈ ગયા હતા, જેના કારણે પરિવારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.

સેનારી હત્યાકાંડ: બિહારમાં 34 લોકોની સામૂહિક હત્યા કોઇએ નથી કરી? તમામ આરોપીઓની મુક્તિ પર ઉઠ્યાં સવાલ

આર્થિક સંકટના કારણે તેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો અને બ્રિટિશ ટેલિફોનમાં એક ઓપરેટર તરીકે નોકરી શરૂ કરી. થોડા સમય બાદ 1946માં જ્યોત્સના બોઝ ટ્રેડ યુનિયન આંદોલનમાં જોડાયા અને નૌસેના વિદ્રોહને સમર્થન આપતા ટેલિગ્રાફ હડતાળમાં ભાગ લીધો. ત્યાર બાદ જ્યોત્સના બોઝનો ટ્રેડ યુનિયન નેતા તરીકે કાર્યકાળ શરૂ થયો.

બાળકોમાં વધી રહ્યો છે COVID-19નો ખતરો, કર્ણાટકમાં 9 વર્ષ સુધીનાં 40 હજાર બાળકો કોરોના પોઝિટિવ

જ્યોત્સના બોઝનું શરીર કોવિડ-19ના રિસર્ચ માટે દાનમાં આપ્યા બાદ નેત્ર રોગ નિષ્ણાંત ડૉ. બિસ્વજીત ચક્રવર્તીનું શરીર પણ દાનમાં આપવામાં આવ્યું હતું. ડૉ. બિસ્વજીત ચક્રવર્તી પણ કોરોના સામે જંગ હારી ગયા હતા. કોરોના માટે શરીરનું દાન કરનાર જ્યોત્સના પ્રથમ ભારતીય મહિલા હોઈ શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં શરીર દાન કરનાર બીજા વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, ગંદર્પનના સ્થાપક બ્રોજો રોય પોતાના શરીરનું દાન આપનાર પ્રથમ વ્યક્તિ હતા.જ્યોત્સના બોઝનો પરિવાર તેમનું ખૂબ જ સારી રીતે સારસંભાળ રાખતો હતો, જેમાં તેમની બે પૌત્રી તિસ્તા બાસુ અને રંજિની બાસુનો પણ સમાવેશ થાય છે.
First published: