વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 55 મહિનામાં 92 દેશોની મુલાકાત (વિદેશ પ્રવાસ) લીધી છે. આ પહેલા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે 113 દેશોની મુલાકાત લીધી હતી.
મોદીએ 92 દેશોની મુલાકાત લીધી છે તેમાં કેટલાક દેશોની મુલાકાત એકથી વધારે વખત લીધી છે. મનમોહન સિંઘે પણ 93 દેશોની મુલાકાત લીધી હતી.
જો કે, તફાવત એ છે કે, નરેન્દ્ર મોદીએ 92 દેશોની મુલાકાત માત્ર પાંચ સાડા ચાર વર્ષનાં ટુંકા ગાળામાં લીધી છે. જ્યારે મનમોહન સિંઘે 10 વર્ષનાં ગાળામાં 92 દેશોની મુલાકાત લીધી હતી. જ્યારે ઇન્દિરા ગાંધીએ 15 વર્ષમાં 113 દેશોની મુલાકાત લીધી હતી.
નરેન્દ્ર મોદીની આ 92 દેશોની મુલાકાતનો ખર્ચ 2,021 કરોડને આંબે છે. મહત્વની વાત એ છે કે, આ ખર્ચમાં તેમની હોટેલ અને અન્ય ખર્ચનો સમાવેશ નથી. આ ખર્ચ માત્ર તેમના વિમાનની હોટલાઇન ફેસિલિટી અને વિમાનની સારસંભાળનો જ ખર્ચ ગણવામાં આવ્યો છે.
મનમોહન સિંઘે 50 વિદેશ પ્રવાસનો ખર્ચ 1,350 કરોડ પહોંચે છે. આ માહિતી સરકારનાં વિદેશ ખાતાનીં મંત્રી વી.કે. સિંઘે આપી હતી. એક ગણતરી કરવામાં આવે તો, મોદીનો એક દેશના પ્રવાસનો ખર્ચ 22 કરોડ રૂપિયા થાય છે. જો કે, મનમોહન સિંઘનો એક દેશનો પ્રવાસ ખર્ચ 27 કરોડ રૂપિયામાં પડતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૌધરી ચરણ સિંઘ એક જ એવા વડાપ્રધાન છે કે, જેમણે એક પણ વિદેશ પ્રવાસ કર્યો નહોતો. તેઓ જુલાઇ 28, 1979 થી જાન્યુઆરી 14, 1980 સુધી વડાપ્રધાન રહ્યા હતા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર