Home /News /national-international /મધ્ય પ્રદેશ: પોલીસે એક રાતમાં 9000 લોકોની ધરપકડ કરી, જાણો કેમ ચલાવામાં આવ્યું આ અભિયાન

મધ્ય પ્રદેશ: પોલીસે એક રાતમાં 9000 લોકોની ધરપકડ કરી, જાણો કેમ ચલાવામાં આવ્યું આ અભિયાન

ફાઇલ ફોટો

મધ્ય પ્રદેશમાં શનિવાર અને રવિવારની રાતે ચલાવવામાં આવેલા અભિયાનમાં 9,000થી વધારે લોકોની ધરપકડ કરવામા આવી છે.

ભોપાલ:  મધ્ય પ્રદેશમાં શનિવાર અને રવિવારની રાતે ચલાવવામાં આવેલા અભિયાનમાં 9,000થી વધારે લોકોની ધરપકડ કરવામા આવી છે. આ 9000 લોકોમાં લગભગ 6000થી વધારે લોકો એવા ગુનામાં જોડાયેલા છે, જેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યૂ થયેલા છે. આ ઉપરાંત 2600ની વિરુદ્ધ સ્થાયી વોરન્ટ હતું. લગભગ 100 ફરાર આરોપી અને 200 ઈનામી આરોપ પણ પકડાયા છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશ : યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 14 લોકોનાં મોત

શા માટે ચલાવામાં આવ્યું આ અભિયાન


આ ઓપરેશનમાં 17,000થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતા. આ અભિયાન સુરક્ષા, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ચલાવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં અધિક મહાનિર્દેશક, ઉપ મહાનિરીક્ષકો, પોલીસ અધિકારી અને અન્ય રેન્કના અધિકારીઓ પણ જોડાયા હતા. જેમાં 9000થી વધારે ગુનાહિતોને પકડવામાં આવ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી 1000થી વધારે હિસ્ટ્રીશીટરોને પર પણ નજર રાખવામાં આવી રહી છે.
First published:

Tags: Latest crime news, Madhya pradesh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો