ગાંધીજીની 150મી જન્મજંયતિ નિમિત્તે 900 કેદીઓને સજા માફ

News18 Gujarati
Updated: October 12, 2018, 9:18 AM IST
ગાંધીજીની 150મી જન્મજંયતિ નિમિત્તે 900 કેદીઓને સજા માફ
પ્રતિકાત્મક તસવીર

આ યોજનાનો લાભ જન્મટીમ અને દેહાંતદંડની સજા કાપી રહેલા કેદીને મળશે નહીં.

  • Share this:
મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતિનાં ભાગરૂપે દેશમા 900 જેટલા કેદીઓને વિવિધ જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની એક યોજના અંતર્ગત અમુક ચોક્કસ પ્રકારનાં કેદીઓને મુક્તિ મળે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇની 18 તારીખે મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

આ યોજના મુજબ, કેદીઓને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. પહેલા તબક્કામાં 2 ઓક્ટબર, બીજા તબક્કામાં 6 એપ્રિલ (2019) અને ત્રીજા તબક્કામાં 2 ઓક્ટોબર (2019)નાં રોજ મુક્ત કરવામાં આવશે.

આજનાં દિવસે ભારતમાં પહેલી વખત થઇ હતી મહાત્મા ગાંધીની ધરપકડ

કેન્દ્ર સરકારની આ વિશેષ યોજના અંતર્ગત, કેન્દ્ર શાષિત પ્રદેશો અને રાજ્યોએ વિવિધ સત્તામંડળોની મંજુરી સાતે વિવિધ જેલોમાંથી કેદીઓ મુક્ત કર્યા છે.કેદીઓને મુક્તિ આપતી વખતે મહાત્મા ગાંધીનાં જીવનનો સંદેશો આપતા ખાસ કાર્યક્રમો કરવા માટે પણ સુચનાઓ આપવામાં આવી છે.

કેદીઓ જેલમાંથી મુક્ત થતા પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ આપશે અને જેલ વ્યવસ્થાતંત્ર દ્વારા કેદીઓને ગાંધીજીના પુસ્તકો ભેટ આપવામાં આવશે. મહિલાઓ અને વ્યંઢળ કેદીઓ કે, જેમની ઉંમર 55 વર્ષથી ઉપરની છે અને તેમને મળેલી સજામાંથી 50 ટકા સજા તેઓ કાપી ચુક્યા છે તેઓ આ યોજનાનો લાભ મળેવવા પાત્ર છે.

આ સિવાય, જે પુરુષોની ઉંમર 60 વર્ષની છે અને તેમણે 50 ટકા સજા કાપી ચૂક્યા છે તેવા કેદીઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જો કે, આ યોજનાનો લાભ જન્મટીમ અને દેહાંતદંડની સજા કાપી રહેલા કેદીને મળશે નહીં.1891ની દસમી જૂને હું બારિસ્ટર કેહેવાયો’ મહાત્મા ગાંધીજીની સફરની યાદો તસવીરોમાં
First published: October 12, 2018, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading