હેવાનિયતની હદ, 90 વર્ષીય મહિલા સાથે ઘરમાં ઘૂસીને કર્યો ગેંગરેપ

News18 Gujarati
Updated: October 31, 2020, 8:41 PM IST
હેવાનિયતની હદ, 90 વર્ષીય મહિલા સાથે ઘરમાં ઘૂસીને કર્યો ગેંગરેપ
પ્રતિકાત્મક તસવીર

પોલીસ અધિક્ષક ભાનુપદ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મહિલા પર બળાત્કાર ગુજારનાર બંને આરોપીઓ હાલ ફરાર છે. અને પોલીસે તેમને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

  • Share this:
ત્રિપુરા (Tripura) માં 90 વર્ષીય એક વયોવૃદ્ધ મહિલા સાથે બે યુવકોએ ગેંગરેપ (Gand Raped)કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના 24 ઓક્ટોબરની છે. જેમાં ઉત્તરી ત્રિપુરા જિલ્લાના કંચનપુરના બરહલદી ગામમાં ઘટી હતી. પણ પરિવારના લોકો એ આ મામલે 29 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ અધિક્ષક ભાનુપદ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મહિલા પર બળાત્કાર ગુજારનાર બંને આરોપીઓ હાલ ફરાર છે. અને પોલીસે તેમને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

નવાઇની વાત તો એ છે કે તે યુવકોએ આ 90 વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યો છે તે યુવક આ મહિલાને ઓળખતા હતા અને તેને 'દાદી' કહીને બોલાવતા હતા. અધિકારીએ કહ્યું, "એક આરોપી મહિલાને 'દાદી' કહી બોલાવતો હતો. આ ઘટનામાં મહિલા ઘરમાં એકલી રહેતી હતી. ઘટનાની રાત્રે આરોપી અન્ય વ્યક્તિ સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.” આ ઘટના બાદ મહિલા બીમાર પડી હતી પરંતુ પોલીસને જાણ નહોતી કરી.

વધુ વાંચો : Covid success story : 97 દિવસને લાંબી લડત પછી ઉમરાના આ વ્યક્તિને કોરોનાને હંફોવ્યો

તેણે કહ્યું કે જ્યારે તેના સંબંધીઓને આ ઘટનાની ખબર પડી ત્યારે તેણે પાંચ દિવસ પછી ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને તેનું નિવેદન પણ નોંધ્યું હતું, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેણે કહ્યું કે મહિલા હવે તેના ઘરે છે. પોલીસનું કહેવું છે કે પીડિતા વૃદ્ધ મહિલાનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે. જો કે પોલીસે હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ કરી નથી.
નોંધનીય છે કે હાલના સમયમાં મહિલાઓ પર બળાત્કારના ગુના વધી રહ્યા છે. આવી ઘટનામાં અનેક વાર તેવું પણ જોવામાં આવ્યું છે કે આરોપી તેમના ઘરની આસપાસ કે પરિવારનો જ કોઇ વ્યક્તિ હોય. જો કે 90 વર્ષીય વુદ્ધા પર ગેંગરેપની આવી હેવાનિયત ભરેલી ઘટના બન્યા પછી અહીંના લોકોમાં આ ઘટનાને લઇને રોષ છે.અને આ કેસમાં આરોપીને સખત સજા આપવાની પણ લોકો માંગ કરી રહ્યા છે.
Published by: Chaitali Shukla
First published: October 31, 2020, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading