જકાર્તા : ઇન્ડોનેશિયા (Indonesia)દુનિયાનો એ દેશ છે જ્યાં સૌથી વધારે મુસ્લિમ (Muslim) વસ્તી રહે છે. અહીં 90% કરતા પણ વધારે વસ્તી મુસ્લિમ છે. જોકે અહીંના શહેર બાલીમાં મોટી સંખ્યામાં હિન્દુ (Hindu)પણ રહે છે અને ઘણા બધા હિન્દુ મંદિરો પણ છે. ઇન્ડોનેશિયામાં બાલી ફક્ત એકમાત્ર એવો દ્વિપ છે જ્યાં હિન્દુ બહુસંખ્યક છે. બાલીનું નવું વર્ષ (Bali New Year)પણ શક સંવત પંચાગથી નક્કી થાય છે, જે ચંદ્રમાની ગતિ પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે શક રાજવંશની સ્થાપના 78 ઇસ્વીમાં ભારતીય રાજા કનિષ્કે કરી હતી. હિન્દુ ધર્મ પ્રચારક તેને જાવા લઈને પહોંચ્યા હતા અને ત્યાંથી બાલી પહોંચ્યા હતા. BBCના એક રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણના આ સમયમાં ઇન્ડોનેશિયાના લોકો બાલીના કલ્ચર અને પરંપરાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. ખાસ કરીને બાલીના મૌન દિવસની ઘણી ચર્ચાઓ છે. આ દિવસે લોકો આખો દિવસ પોતોના ઘરમાં 24 કલાક માટે ચૂપચાપ રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે.
આ પણ વાંચો - ટ્રમ્પનો અંગત સેવક કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું, હવે રોજ ટેસ્ટ કરાવીશ
આ રિપોર્ટ પ્રમાણે જ્યાં દુનિયાભરના લોકો કોરોના વાયરસના કારણે લોકડાઉન સિસ્ટમથી તંગ જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંના લોકો માટે સામાન્ય વાત છે. દર વર્ષે ન્યેપી (મૌન રાખવાનો દિવસ)ના પ્રસંગે આ દ્વિપ ખામોશ થઈ જાય છે. કોઈને ઘરની બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ દિવસે ઘરમાં લાઇટ પણ કરવામાં આવતી નથી અને આગ પણ પ્રગટાવવાની મનાઈ છે. આ દિવસે બધાએ ચિંતન કરવાનું હોય છે જેથી મનોરંજનની પણ મનાઈ હોય છે. દુકાનો જ નહીં 24 કલાક માટે એરપોર્ટ પણ બંધ રાખવામાં આવે છે.
ન્યેપીના દિવસે સ્થાનિક પોલીસ રસ્તા પર અને સમુદ્ર તટ પર ભ્રમણ કરે છે, જેથી કોઈ વ્યક્તિ નિયમ ના તોડે. બાલીમાં તબનાનના એક ગામમાં મોટી થયેલી હિન્દુ મહિલા શ્રી દરવિતી કહે છે કે આ સમયે મૌન ધ્યાન લગાવવાની સૌથી સારી રીત છે. હું છેલ્લા 40 વર્ષોથી ન્યેપી મનાવી રહી છું જેમ-જેમ મારી ઉંમર થઈ રહી છે તેમ-તેમ તેની પાછળનું મહત્વ સમજી રહી છું. ઇન્ડોનેશિયાના સોશિયલ મીડિયા પર આ તહેવારનો ઉલ્લેખ કરીને એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં આ પરંપરાઓની પ્રશંસા કરવામાં આવી રહી છે.
Published by:News18 Gujarati
First published:May 08, 2020, 15:25 pm