ચૂંટણી પંચ આજે સાંજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરનસ કરવા જઈ રહી છે, જેમાં 2019ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ ચૂંટણીમાં લગભગ 90 કરોડ મતદાતા પોતાના મતનો ઉપયોગ કરીને નવી સરકાર ચૂંટશે, એટલે 17મી લોકસભા ચૂંટણીનું સ્વરૂપ નક્કી કરશે. રાજકીય પાર્ટીઓ પાસેથી હિસાબ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આ આંકડો વધી શકે છે કારણ કે વોટર કાર્ડ બનાવવાનું કામ હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી પોતાની રીતે ખાસ હશે, કારણ કે આ ચૂંટણી 21મી સદીની પહેલી લોકસભા ચૂંટણી હશે જેમાં આ સદીમાં જન્મેલા યુવા મતદાન કરશે. એવા નાગરિકો મતદાન કરવા પાત્ર હશે જેમનો જન્મ જાન્યુઆરી 2000 કે ત્યારબાદ થયો છે.
2014ની લોકસભા ચૂંટણીમાં 834,101,497 રજિસ્ટર્ડ વોટર્સ હતા, જેમાંથી 553,801,801 એટલે કે લગભગ 66.4 ટકાએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે 1 જાન્યુઆરી 2019 સુધીના આંકડા 22 ફેબ્રુઆરીએ જાહેર થયા હતા, જે મુજબ 89.7 કરોડ મતદાતા છે. જેમાંથી 46.5 કરોડ પુરુષ અને 43.2 કરોડ મહિલાઓ છે. 33,109 મતદાતાઓએ પોતાને થર્ડ જેન્ડરમાં સામેલ કર્યા છે. આજ રીતે લગભગ 16.6 લાખ સર્વિસ વોટર છે. 2014માં આ માત્ર 13.6 લાખ હતા. સર્વિસ વોટર એવા મતદાતા હોય છે જે સરકારી અધિકારી, સૈન્ય દળ, સશસ્ત્ર પોલીસ દળ કે વિદેશોમાં નોકરી કરે છે. તેઓ પોતાના મતદાન પ્રોક્સી કે પોસ્ટલ બેલેટ દ્વારા કરી શકે છે. લગભગ દસ કરોડ યુવા પહેલીવાર મતદાન કરશે. તેની પર તમામ રાજકીય પાર્ટીઓની નજર છે.
ચૂંટણી પંચના સૂત્રો મુજબ, 2019માં દેશભરમાં 10,35,932 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 2014ની લોકસભા ચૂંટણીમાં 9,28,237 સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. આ જ રીતે 2009ની ચૂંટણીમાં 8,30,866 પોલિંગ સ્ટેશન હતા. 2014માં 13,39,402 બેલેટ યૂનિટ અને 10,29,513 કન્ટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.