90 પરમાણુ વૈજ્ઞાનિકોએ અધવચ્ચે છોડ્યો ચીનનો સાથ, આપ્યું રાજીનામું

90 પરમાણુ વૈજ્ઞાનિકોએ અધવચ્ચે છોડ્યો ચીનનો સાથ, આપ્યું રાજીનામું
પ્રતિકાત્મક તસવીર

ચીનના સૌથી સારા દિમાગ માવનવામાં આવતા લોકો અને સંવેદનશીલ જાણકારી સુધી એક્સિસ છે અને હવે તે લોકો અચાનક રાજીનામું આપતા ચીનની સરકાર ષડયંત્રની આશા વ્યક્ત કરી રહી

 • Share this:
  બેઈઝિંગ: ચીનમાં કોરોના અને પૂરના કારણે આર્થિક આર્થિક માર સહન કરી રહેલા ચીનમાં એક મોટુ સંકટ ઉભરી રહ્યું છે. અહીંની એક સરકારી પરમાણુ સંસ્થાનમાં એક સાથે 90 પરમાણુ વૈજ્ઞાનિકોએ રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ ચીનની સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ મામલાની તપાસના આદેશ આપ્યા છે, અને આને બ્રેન ડેડ જણાવ્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનના સૌથી સારા દિમાગ માવનવામાં આવતા લોકો અને સંવેદનશીલ જાણકારી સુધી એક્સિસ છે અને હવે તે લોકો અચાનક રાજીનામું આપતા ચીનની સરકાર ષડયંત્રની આશા વ્યક્ત કરી રહી છે.  ઉલ્લેખનીય છે કે, જે વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું છે, તે તમામ ચીનની ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુક્લિયર એનર્જી સેફ્ટી ટેક્નોલોજીમાં કાર્યરત છે, જે ચીનના પૂર્વી શહેર હેફઈમાં છે. આ સંસ્થાન ચીનના સરકારી ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સનો એક ભાગ છે અને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ ચીનની સૌથી ઉચ્ચ રિસર્ચ સંસ્થા છે.

  આ પણ વાંચોમોટા સમાચાર: Online Shopping કરનાર માટે ખુશખબર, 27 જુલાઈથી લાગુ થશે આ નવા નિયમ

  વિયોન ન્યૂઝ અનુસાર, આઈએનઈએસટીને એડવાન્સ ન્યુક્લિયર એનર્જી અને સેફ્ટી ટેક્નોલોજીમાં ઘણી મહારત હાસિલ કરી છે અને આ સંસ્થાન 200થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે જોડાયેલું રહ્યું છે.

  પૂરી સંસ્થામાં 600 વૈજ્ઞાનિક છે અને તેમાંથી 80 ટકા પીએચડી ડિગ્રી ધારક છે, હાલમાં જ આ સંસ્થાન વર્ચ્યુઅલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિકસીત કરવાને લઈ ચર્ચામાં રહી છે. સાથે સમાચાર અનુસાર, આઈએનઈએસટી અને તેની પેરન્ટ સંસ્થાન વચ્ચે નિયંત્રણની પમ લડાઈ ચાલી રહી છે.

  સંસ્થામાં માત્ર 100 જેટલા જ વૈજ્ઞાનિક હાજર

  માનવામાં આવી રહ્યું છે કે, સંસ્થાન હાલમાં ફન્ડીંગની અછતના કારણે પરેશાન છે અને આ કારણ હોઈ શકે છે કે પ્રાઈવેટ કંપનીઓ આ વૈજ્ઞાનિકોને લોભાવી રહી હોય. કદાચ આજ કારણ છે કે, હવે સંસ્થામાં માત્ર 100 જેટલા જ વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે, પ્રાઈવેટ સંસ્થાઓમાં વધારે પૈસાની ઓફરના કારણે પણ વૈજ્ઞાનિક રાજીનામું આપી રહ્યા હોય.
  Published by:kiran mehta
  First published:July 25, 2020, 23:17 pm

  ટૉપ ન્યૂઝ