india book of records: 9 વર્ષના વિવાન ગુપ્તાએ એક મિનિટમાં શિવ તાંડવના 15 સ્ત્રોત પૂર્ણ કર્યા

india book of records: 9 વર્ષના વિવાન ગુપ્તાએ એક મિનિટમાં શિવ તાંડવના 15 સ્ત્રોત પૂર્ણ કર્યા
વિવાન ગુપ્તા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ

દિલ્હીનો 9 વર્ષનો વિવાન ગુપ્તા કોઈ સાધારણ બાળક નથી. તેણે શિવ તાંડવના 15 શ્લોક માત્ર 55 સેકન્ડ અને 29 મિલીસેકન્ડમાં પૂર્ણ કર્યા છે.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીનો 9 વર્ષનો વિવાન ગુપ્તા કોઈ સાધારણ બાળક નથી. તેણે શિવ તાંડવના 15 શ્લોક માત્ર 55 સેકન્ડ અને 29 મિલીસેકન્ડમાં પૂર્ણ કર્યા છે. વિવાને 2 વર્ષમાં બીજી વાર ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવ્યો છે.

વિવાન નોર્થવેસ્ટ દિલ્હીમાં આવેલ બાલભારતી પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી છે. વિવાનને તેના દાદી પાસેથી પ્રેરણા મળી છે અને તે શાસ્ત્રવિધિથી શ્લોકનું પઠન કરતા હતા. વિવાનને તે પસંદ આવતા તે નિયમિત રીતે તેની પ્રેક્ટિસ કરવા લાગ્યો. જ્યારે તેના દાદા અનિલ ગુપ્તાએ તેને સાંભળ્યો, ત્યારે તેમણે સામાન્ય લોકો કરતા વિવાનની ક્ષમતા અધિક છે તે ઓળખીને તેમણે વિવાનને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યુ.



લંકાપતિ રાવણે શિવસ્ત્રોતમની રચના કરી છે, જેમાં તેમણે ભગવાન શિવની શક્તિની પ્રશંસા કરી છે. કહેવામાં આવે છે કે જ્યારે પણ શિવ સ્ત્રોતમને સાંભળવામાં આવે છે ત્યારે તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને મનોબળને મજબૂત કરે છે.

આ પણ વાંચોનવી આફત: હવે મળ્યો 'ટ્રિપલ મ્યૂટેન્ટ' Corona! અન્ય પ્રકાર કરતા ખતરનાક, વેક્સીન પર શું અસર થશે?

વિવાનના દાદા વિવાન માટે ખૂબ જ ગર્વ અનુભવે છે કે વિવાન રેકોર્ડ બનાવવા માટે સક્ષમ છે. આ દરેક શ્લોકને યાદ રાખવા સરળ નથી અને તે પણ એક મર્યાદિત સમયમાં.

વિવાનનો જન્મ 6 જૂન 2011ના દિવસે થયો છે. માત્ર આઠ વર્ષની ઉંમરમાં સૌથી નાના વ્યક્તિ તરીકે સાત મહાદ્વીપની યાત્રા કર્યા બાદ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રેકોર્ડ કીપર જણાવે છે કે રેકોર્ડ સેટ કરવા માટે અંતિમ મહાદ્વીપની 6 જૂન 2019ના રોજ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - રાહતના સમાચાર: હવે Corona સારવાર કેશલેસ થઈ શકશે, IRDAI દ્વારા વીમા કંપનીઓને અપાયા નિર્દેશ

વિવાને ઉત્તરી કેનેડા (ઉત્તરી અમેરિકા)થી 2015માં શરૂ થયેલ માત્ર 4 વર્ષમાં સાત મહાદ્વીપને કવર કર્યા હતા. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી ત્યારે તે 32 દેશની મુલાકાત કરી ચૂક્યો હતો. ફિનલેન્ડમાં સાંતા ક્લોઝને મળીને તેમને ખૂબ જ ગમ્યુ હતું અને તાન્ઝાનિયામાં વાઈલ્ડલાઈફ સફારીમાં ખૂબ જ મજા કરી હતી.
Published by:News18 Gujarati
First published:April 24, 2021, 22:30 pm

ટૉપ ન્યૂઝ