જમીન વિવાદમાં ખેલાયો લોહિયાળ જંગ, 9ના મોત અને 25થી વધુ ઘાયલ

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભતિ વ્યક્ત કરી છે.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભતિ વ્યક્ત કરી છે.

 • Share this:
  ઉતર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને લોકો વચ્ચે થયેલા ઝઘડામાં એક જ પક્ષના 9 લોકોની હત્યા કરવામાં આવી છે. પ્રધાન પક્ષના લોકોએ લોકો પર ફાયરિંગ શરૂ કરી, જેના કારણે લગભગ 25 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે.

  ધોરાવલના મૂતિયાં ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ ખૂબ મારા-મારી થઈ હતી અને તેમાં ડંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિવાદમાં 6 પુરુષ અને 3 મહિલાઓના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ વિવાદમાં પડેલી જમીન માટે લાંબા સમયથી બંને પક્ષો વચ્ચે ઝધડો ચાલતો હતો.

  અહીં ક્લિક કરી વાંચોઃ RTOએ ચલણના નિયમો બદલ્યા, જાણો ક્યા ગુના બદલ કેટલો દંડ ?

  એમ કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામપ્રધાને 2 વર્ષ પહેલા 90 વીધાં જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેમના સમર્થકોની સાથે કબજો કરવા પહોંચ્યા હતા. લોકોએ જમીનના કબ્જા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. બાદમાં પ્રધાન પક્ષે ફાયરિંગ શરૂ કરી. આ ફાયરિંગમાં 9 લોકોના મોત થયા છે, તેમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.એસપી સોનભદ્રની સાથે સ્થાનિક ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ કેસમાં પોલિસે બે લોકોની ધરપકડ કરી છે. ધોરાવલ કોતવાલી ક્ષેત્રના ઉભભા ગામમાં ભારે સંખ્યામાં પોલિસ દળ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લા હોસ્પિટલમાં 4 મહિલાઓ સહિત 9 લોકોના શબને રવાના કરવામાં આવ્યા છે.

  સોનભદ્ર નરંસહાર પર ડીજીપીએ જણાવ્યું કે આ જમીન વિવાદ પહેલેથી ચાલી રહ્યો હતો. આ પહેલા બિહાર કેડરના એક આઈએએસ અધિકારીએ આ જમીન ખરીદી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. બંને ગ્રામ પ્રધાનોએ ફાયરિંગ કરાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગ્રામ પ્રધાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.

  ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સહાનુભતિ વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સહાય આપવા માટે નિર્દેશ કર્યો છે. આ અંગે સોનભદ્ર જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આદિત્યનાથે યુપીના ડીજીપીને આદેશ આપ્યો છે કે આ મુદ્દા પર વ્યક્તિગત નજર રાખવામાં આવે અને ઘટનાની તપાસ કરવામાં આવે.
  Published by:Sanjay Vaghela
  First published: