રામ મંદિર ટ્રસ્ટને અયોધ્યાના 9 લોકોએ લખ્યો પત્ર : ત્યાં મુસ્લિમોની કબર છે, ભવ્ય મંદિર કેવી રીતે બનાવાય?

રામ મંદિર ટ્રસ્ટને અયોધ્યાના 9 લોકોએ લખ્યો પત્ર : ત્યાં મુસ્લિમોની કબર છે, ભવ્ય મંદિર કેવી રીતે બનાવાય?
'1855ના તોફાનોમાં 75 મુસ્લિમ માર્યા ગયા હતા અને તમામને અહીં દફન કરવામાં આવ્યા હતા'

'1855ના તોફાનોમાં 75 મુસ્લિમ માર્યા ગયા હતા અને તમામને અહીં દફન કરવામાં આવ્યા હતા'

 • Share this:
  અયોધ્યા/નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટ-શ્રીરામ જન્મૂભમિ તીર્થ ક્ષેત્ર (Shri Ram Janmbhoomi Teerth Kshetra)ને વિસ્તારના 9 મુસ્લિમ લોકોએ પત્ર લખ્યો છે. તેઓએ અપીલ કરી છે કે મુસ્લિમોની કબર પર નવું રામ મંદિર ન બનાવો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદની આસપાસ 1480 વર્ગ મીટરના ક્ષેત્રમાં નવું રામ મંદિર ન બનાવો. કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા 67 એકરની જમીન રામ મંદિર માટે ઉપયોગ કરવો મુસ્લિમોના દાવાને 'પૂરી રીતે છીનવી લેવો' અને કાયદાથી વિપરીત છે.

  અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક રિપોર્ટ મુજબ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આજે ભલે તે જમીન પર કબરો ન દેખાતી હોય પરંતુ ત્યાંની 4-5 એકર જમીન પર મુસ્લિમોની કબરો હતી. એવામાં ત્યાં મંદિરનું નિર્માણ કેવી રીતે કરી શકાય.  'મુસ્લિમોની કબર પર ભવ્ય રામ મંદિર ન બની શકે'

  9 મુસ્લિમ નાગરિકોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટને મોકલવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 1993માં અયોધ્યામાં અધિગ્રહિત કરવામાં આવેલી 67 એકર જમીન સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારે રામ મંદિર નિર્માણ માટે આપી છે. આ જમીન પર મુસ્લિમનો કબરો હતી. કેન્દ્રએ તેની પર વિચાર જ નથી કર્યો કે મુસ્લિમોની કબરો પર ભવ્ય રામ મંદિર ન બની શકે. આ ધર્મની વિરુદ્ધ છે.

  પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આપ સૌ સમાજના જાગૃત લોકો છો. આપને સનાતન ધર્મની જાણકારી છે. આપને તેની પર ચોક્કસપણે વિચાર કરવો જોઈએ કે શું રામ મંદિરનો પાયો મુસ્લિમોની કબર પર રાખવામાં આવી શકે છે. તેનો નિર્ણય ટ્રસ્ટના મેનેજમેન્ટને કરવો પડશે. રિપોર્ટ અનુસાર પત્રમાં ઐતિહાસિક તથ્યોનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1855ના તોફાનોમાં 75 મુસ્લિમ માર્યા ગયા હતા અને તમામને અહીં દફન કરવામાં આવ્યા હતા.

  વડાપ્રધાને લોકસભામાં આપી હતી જાણકારી  બજેટ સત્ર 2020 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જાહેરાત કરી હતી કે અયોધ્યામાં અધિગ્રહિત 67 એકર જમીન રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવી છે. પીએમે કહ્યું કે ઉત્તર પ્રદેશ અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા પર સહમત થઈ ગયા છે. પીએમે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ મંદિરના પક્ષમાં આવ્યો હતો. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવા માટે પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, UP: આગ્રા એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, કાર-બસની ટક્કરમાં 6 લોકોનાં મોત
  Published by:Mrunal Bhojak
  First published:February 18, 2020, 09:48 am