હિમાચલ પ્રદેશમાં સિરમૌર જિલ્લાના શ્રીરેણુકાજીમાં યાત્રીઓથી ભરેલી ખાનગી બસ નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 51 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પતિ-પત્નીનો સમાવેશ થાય છે. બસમાં મોટાભાગના શ્રીરેણુકાજી મેળાતી પર ફરી રહ્યા હતા.
સિરમૌરના નાયાબ કમિશ્નર લલિત જૈનના જણાવ્યા પ્રમાણે ઘટનામાં મેજીસ્ટ્રેટે તપાસમાં આદેશ આપ્યા છે. ઘાયલો અને મૃતકોએ પરિવારજનોને તાત્કાલિક બચાવ અને રાહત જાહેર કરી દીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવપ્રત, મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને નાહનના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ ડો. રાજીવ બિંદલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે આશરે સાડા ત્રણ કલાકે ખાનગી બસ તેજ ગતીથી શ્રીરેણુકાજી-નાહન માર્ગ ઉપર ખાદરી નજીક જલાલ પુર ઉપરથી પસાર થઇ રહી હતી. ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બસ રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. 42 સીટર બસમાં આશરે 60 લોકો સવાર હતા. આ ઘટનામાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે ઘાયલોના મોત નાહન લઇ જતા સમયે રસ્તામાં જ થયા હતા. ત્રણ ઘાયલોને નાહન મેડિકલ કોલેજમાં દમ તોડ્યો હતો.
Himachal Pradesh: Nine dead and several injured after a bus fell into river in Nahan, Sirmaur District, yesterday. pic.twitter.com/7j1Hzjj0f5
આ ઉપરાંત નાહન મેડિકલ કોલેજમાં 49 ઘાયલોની સારવાર ચાલી રહી છે. બે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને પીજીઆઇ રેફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રીરેણુકાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને પહેલા દદાહૂ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ ઓછી હોવાના કારણે મીનૂ કોચ બસ સર્વિસથી અને બીજી બસ તેમજ ખાનગી ગાડીઓથી ઘાયલોને નાહન મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા.
પહેલા મહિતી મળી હોવા છતાં નાહન મેડિકલ કોલેજમાં પુરતા ડોક્ટર ન્હોતા. એટલું જ નહીં સ્ટ્રેચર પણ ઓછા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર