Home /News /national-international /

9 વાગ્યે 9 મિનિટઃ કોરોનાના અંધકારને દૂર કરવા આજે દેશવાસી પ્રગટાવશે દીવા, PM મોદીએ કરી હતી અપીલ

9 વાગ્યે 9 મિનિટઃ કોરોનાના અંધકારને દૂર કરવા આજે દેશવાસી પ્રગટાવશે દીવા, PM મોદીએ કરી હતી અપીલ

આજે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દેશવાસી પોતાના ઘરની લાઇટો બંધ રાખી દીવા કે મીણબત્તી પ્રગટાવશે, ટોર્ચ અને મોબાઇલ ફ્લેશ લાઇટનો પણ કરશે ઉપયોગ

આજે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દેશવાસી પોતાના ઘરની લાઇટો બંધ રાખી દીવા કે મીણબત્તી પ્રગટાવશે, ટોર્ચ અને મોબાઇલ ફ્લેશ લાઇટનો પણ કરશે ઉપયોગ

  નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશ હાલમાં કોરોના વાયરસની મહામારી (COVID-19 Pandemic)ની સામે લડી રહ્યા છે. ભારત (India)માં વાયસરથી સંક્રમિતોનો આંકડો 3000ને પાર થઈ ગયો છે, જ્યારે અત્યાર સુધી 77 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન લાગુ છે. આજે તેનો 11મો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અપીલ પર એકજૂથનો સંદેશ આપવા માટે આજે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દેશવાસી પોતાના ઘરની લાઇટો બંધ રાખશે. આ દરમિયાન લોકો દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને કોરોના મહામારીની વિરુદ્ધ એકજૂથ હોવાનો સંદેશ આપશે.

  પીએમ મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, જે રીતે 22 માર્ચ રવિવારે કોરોના (Coronavirus) સામે લડાઈ લડનારા દરેકનો ધન્યવાદ દેશની જનતાએ કર્યો, તે પણ આજે તમામ દેશો માટે દૃષ્ટાંત રૂપ છે. આજે અનેક દેશ તેનું અનુકરણ કરી રહ્યા છે. જનતા કર્ફ્યૂ દુનિયા માટે દાખલો બન્યું, જેનાથી એ પુરવાર થયું કે દેશ એકજૂથ થઈને લડાઈ લડી શકે છે.


  આ પણ વાંચો, Coronavirus : આજે રાત્રે 9 વાગ્યે વીજ પુરવઠો બંધ થઈ જશે? નીતિન પટેલે આપ્યું નિવેદન

  પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

  - પીએમે કહ્યું કે, 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે આપ સૌની 9 મિનિટ માંગું છું. 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટો બંધી કરીને, ઘરના દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દિવો કે ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ કરો.
  - તેઓએ વધુમાં કહ્યું કે, આ દરમિયાન ઘરની તમામ લાઇટો બંધ કરશો તો ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની તે મહાશક્તિનો અહેસાસ થશે જેમાં એક જ ઉદ્દેશ્યથી આપણે બધા લડી રહ્યા છીએ.
  - વડાપ્રધાને કહ્યું કે, મારી એક પ્રાર્થના છે કે આ આયોજન દરમિયાન કોઈ પણ ક્યાંય એકત્ર ન થાય. રસ્તામાં, ગલીઓ કે મહોલ્લામાં ન જાય. પોતાના ઘરના દરવાજા, બાલ્કનીથી જ તેને કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાને ક્યાંય પણ ઓળંગવાની નથી. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈ પણ સ્થિતિમાં તોડવાનું નથી. કોરોનાની ચેઇન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે.
  - વડાપ્રધાને કહ્યું કે, 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે એકલા બેસીને, માતા ભારતીનું સ્મરણ કરીએ, 130 કરોડ દેશવાસીઓના ચહેરાની કલ્પના કરીએ, 130 કરોડ દેશવાસીઓની આ સામૂહિકતા, આ મહાશક્તિનો અહેસાસ કરો. તે આપણને આ સંકટના સમયમાં તાકાત આપશે અને જીતવાનો આત્મવિશ્વાસ પણ.

  આ પણ વાંચો, દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના વાયરસઃ હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન

  કેમ દીવો પ્રગટાવવાનો છે?

  પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉનનો સમય જરૂરી છે. આપણે પોતપોતાના ઘરમાં જરૂર છીએ પરંતુ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સમૂહ શક્તિ દર વ્યક્તિની સાથે છે. આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેને સમાપ્ત કરવા આપણે પ્રકાશ અને નિશ્ચિતતાની તરફ વધવાનું છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છે.

  આ પણ વાંચો, 'મહેરબાની કરી પંખા ચાલુ રાખજો' : સતત નવ મિનિટ લાઈટો બંધ રાખવાથી બ્લેકઆઉટનો ખતરો?
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, COVID-19, Lockdown, Pandemic, StayHome, નરેન્દ્ર મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन