કંધાર : અફધાનિસ્તાન (Afghanistan)ને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેના (Pakistan Army)એ તેના રહેણાંક વિસ્તારો પર રોકેટથી હુમલો કર્યો છે. જેમાં 9 સામાન્ય લોકોની મોત થઇ છે. જ્યારે 50થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અફધાનિસ્તાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સેના વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે અફધાન સેનાને છૂટ આપવામાં આવી છે. અફધાનિસ્તાનની ન્યૂઝ એજન્સી TOLOnews મુજબ પાકિસ્તાન સેનાએ કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં રોકેટ લૉન્ચ કર્યા છે.
આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં મહિલા અને બાળકો પણ સામેલ છે. ગુરુવારે મોડી સાંજે અફધાનિસ્તાનમાં આ બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોની મોત સમેત 50 ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. આ બોમ્બ વિસ્ફોટ અફધાનિસ્તાનના મધ્ય લોગાર પ્રાંતમાં એક કારના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બોમ્બ વિસ્ફોટ પાછળ તાલિબાનનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજી સુધી કોઇ આંતકી સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી.
અફધાન સેનાની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની સશસ્ત્ર બળોના પ્રમુખ જનરલ મોહમ્મદ જિયા લેવીએ પાકિસ્તાન સેનાની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાના દેશના તમામ સેના બળોને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને 205 અટલ, 201 સેલાબ અને 203 થંડર કેમ્પને તૈયાર કરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. જે ભારે હથિયારોથી લેસ હથિયાર બળો છે. આવનારા સમયમાં અફધાન સેનાની તરફથી મોટી કાર્યવાહી થઇ શકે છે.
" isDesktop="true" id="1004851" >
અફધાન રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે મોહમ્મદ યાસિન જિયાના નેતૃત્વમાં વાયુ સેના અને વિશેષ બળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો પાકિસ્તાની સેના અફધાનની જમીન પર રોકેટ લોન્ચરથી હુમલો ચાલુ રાખે છે તો અફધાન સેના પણ જવાબી કાર્યવાહી કરશે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર