Home /News /national-international /9 ફૂટ લાંબો મગર કૂતરાને પાણીમાં ખેંચી ગયો, અચાનક કર્યો હુમલો

9 ફૂટ લાંબો મગર કૂતરાને પાણીમાં ખેંચી ગયો, અચાનક કર્યો હુમલો

જોશુઆ વેલ્સ દરરોજ બપોરે જમ્યા બાદ પોતાના પાલતુ કૂતરાને લઈને ટહેલવા નીકળવો હતો. જોશુઆ વેલ્સે હજુ સુધી તેણે આવો 9 ફૂટ લાંબો મગર ક્યારેય જોયો ન હતો (પ્રતિકાત્મક તસવીર)

Crocodile attack on dog - માલિક કુતરાને લઇને ફરવા નીકળ્યો ત્યારે મગરે હુમલો કર્યો, કૂતરાને બચાવવા જાય તો મગર માલિક પર પણ હુમલો કરી શકતો હતો

    ફ્લોરિડા : ફ્લોરિડામાં (Florida)એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરાને લઈને ટહેલવા નીકળ્યો હતો. તે સમયે તળાવમાંથી 9 ફૂટ લાંબા એક મગરે (alligator) અચાનક બહાર આવીને કૂતરા પર હુમલો કર્યો હતો અને તેને ખાવા માટે પાણીમાં લઈ ગયો હતો. વન્યજીવ સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મગરે આ પ્રકારે કૂતરા અને તેના માલિક પર હુમલો કરતા બગીચાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને ત્યાં ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

    યુનાઈટેડ સ્ટેટ્સના તલ્લાહસ્સી (Tallahassee, United States)માં જોશુઆ વેલ્સ પોતાના પાલતુ કૂતરા લેબ્રાડોર સાથે ટહેલવા નીકળ્યા હતા. આ પાલતુ કૂતરાનું વજન 18 કિલોગ્રામ હતું. જોશુઆ વેલ્સ દરરોજ બપોરે જમ્યા બાદ પોતાના પાલતુ કૂતરાને લઈને ટહેલવા નીકળવો હતો. જોશુઆ વેલ્સે હજુ સુધી તેણે આવો 9 ફૂટ લાંબો મગર ક્યારેય જોયો ન હતો.

    આ પણ વાંચો - VIDEO: મેક્સિકોના મેયરે મગર સાથે કર્યા લગ્ન, આ અનોખા લગ્નમાં હજારો લોકો રહ્યા ઉપસ્થિત

    જોશુઆ વેલ્સ ફેમસ પાર્ક જેઆર અલ્ફોર્ડ ગ્રીન વે ટ્રેલ (J.R. Alford Greenway Trail)માં ટહેલવા નીકળતો હતો. તે દરરોજની જેમ સામાન્ય એક્ટિવિટી કરતો હતો. તે સમયે મગર અચાનક બહાર આવી ગયો હતો અને કૂતરા પર હુમલો કર્યો હતો તથા કૂતરાને લઈને તળાવમાં જતો રહ્યો હતો. મગર કૂતરાનું માથું પકડીને કૂતરાને પાણીમાં ખેંચી ગયો હતો.

    કૂતરાના માલિકે જણાવ્યું કે, અત્યાર સુધી અમે અહીં મગર ક્યારેય પણ જોયો નથી. કૂતરો ક્યારેય ભસતો પણ ન હતો. તેણે કૂતરાને બચાવવાની કોશિશ કરી પરંતુ વેલ્સે તરત જ પોતાનો વિચાર બદલી દીધો અને કૂતરાને બચાવી શક્યો ન હતો.

    આ પણ વાંચો - સસલાએ વાઘને જબરદસ્ત આપી માત

    એજન્સી રિપોર્ટ અનુસાર કૂતરાના માલિકે જણાવ્યું હતું કે, કૂતરાને બચાવવો તે એક સારો આઈડિયા ન હતો. એટલે કે, જો તે કૂતરાને બચાવવા જાય તો મગર કૂતરાના માલિક પર પણ હુમલો કરી શકતો હતો. FWC રિપોર્ટ અનુસાર 9 ફૂટ લાંબા મગરને પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ પાલતુ કૂતરા ટોબીના અવશેષ મળી આવ્યા હતા અને તેના માલિકને આપવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર કૂતરાના ગળામાં પટ્ટો પહેરાવવામાં આવેલો ન હતો.
    First published:

    Tags: Florida, Viral news