Home /News /national-international /ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું

ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું

લખનઉમાં મોટી દુર્ઘટના

Lucknow news: ધાર્મિક કાર્યક્રમમાં જઈ રહેલા લોકોને મોટી અક્સામત નડ્યો છે, જ્યાં એક ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થતાં તેમા સવાર 9 લોકોના મોત થયા છે.

     લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ઈંટૌઝા વિસ્તારમાં સોમવારે મુંડન સંસ્કાર કરવા જઈ રહેલા લોકોથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલ્ટી જવાથી તેમા સવાર લગભગ નવ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે અન્ય કેટલાય ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. જિલ્લાધિકારી સૂર્યપાલ ગંગવારે જણાવ્યું છે કે, સીતાપુરથી અમુક લોકો ઉનાઈ દેવી મંદિરમાં મુંડન સંસ્કાર માટે જઈ રહ્યા હતા.  રસ્તામાં ઈટોંઝા ક્ષેત્રમાં ગદ્દીનપુરવા પાસે ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈ જતાં તળાવમાં પલ્ટી ગઈ. જેમાં સવાર લોકો ટ્રોલી નીચે દટાઈ ગયા હતા. આ ટ્રેક્ટર ટ્રોલીમાં લગભગ 45 લોકો સવાર હતા.

    તેમણે જણાવ્યું કે, ચિસો સાંભળીને આજૂબાજૂના ગામલોકો ટ્રેક્ટર ટ્રોલી નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા આવી પહોંચ્યા હતા. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતુ કે, તેમાંથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થઈ ચુક્યા છે. મૃતકોની ઓળખાણ કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : IPL 2022: લખનઉ સામેની મેચમાં સદી ફટકારી રજત પાટીદાર બન્યો જીતનો હીરો, હરાજીમાં કોઇએ ભાવ પણ પૂછ્યો ન હતો

    ગંગવારે જણાવ્યુ છે કે, સૂચના મળતા તે અને અન્ય વરિષ્ઠ અધિકારી તથા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઘાયલ લોકોને ઉચ્ચ સ્તરિય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. જ્યાં હાલમાં રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Lucknow, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन