હેવાનિયત! 13 વર્ષની કિશોરી સાથે 3 દિવસ સુધી 9 લોકોએ આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

કિશોરીએ જેની પાસે મદદ માંગી તેણે લાચારીનો ફાયદો ઉઠાવી આચર્યું દુષ્કર્મ, આપવીતી જાણી પોલીસ પણ ચોંકી ગઈ

 • Share this:
  ઉમરિયાઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઉમરિયામાં કંપાવી દેનારો મામલો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની બાળકી સાથે 9 લોકોએ 3 દિવસ સુધી સતત દુષ્કર્મ (Umaria Gangrape) આચર્યું. પહેલા બે લોકોએ ગેંગરેપ કર્યો અને પછી વારાફરથી તેને શિકાર બનાવતા રહ્યા. બાળકીએ જેની પાસે મદદ માંગી તેણે તેનો ફાયદો ઉઠાવ્યો. પરિજનની સાથે પોલીસ સ્ટેશન પહોંચીને કિશોરીએ જ્યારે પોતાની આપવીતિ વર્ણવી આપવીતી વર્ણવી તો તે સાંભળીને પોલીસ (Police)ના પણ રૂંવાડા ઊભા થઈ ગયા. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યા છે.

  પોલીસના જણાવ્યા મુજબ, બાળકીના પિતા જબલપુરમાં સરકારી નોકરી કરે છે. તે પિતાની સાથે જ રહીને ત્યાં અભ્યાસ કરે છે. ધોરણ-9ની વિદ્યાર્થિની લૉકડાઉનમાં માતાની પાસે ઉમરિયા આવી હતી. 11 જાન્યુઆરીની બપોરે કિશોરી શાકમાર્કેટમાં ગઈ હતી. આ દરમિયાન ત્યાં તેને બે આરોપી રાહુલ કુશવાહા અને આકાશ સિંહ મળ્યા. બંને તેને દુકાનમાં લઈ ગયા અને ફોસલાવીને મોબાઇલ નંબર લીધો અને ત્યારબાદ ફેરવવાના બહાને બાઇક પર સાથે લઈ ગયા.

  આ પણ વાંચો,
  ગેંગરેપ બાદ બ્યૂટી ક્વીનની હત્યા, હોટલના બાથરૂમમાં મળી લાશ

  ઢાબા પર બંધક બનાવી અને વારફરતી આચર્યું દુષ્કર્મ

  બંને આરોપી રાહુલ કુશવાહા અને આકાશ સિંહ કિશોરીને લઈને શહેરની પસો આવેલા ભરૌલા-છટનના જંગલમાં પહોંચ્યા. ત્યાં તેઓએ કિશોરીને બાળકીને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેને NH-43 પર આવેલા ઢાબા પર લઈ ગયા. રાતમાં તેને ત્યાં બંધક બનાવીને રાખી. અહીં આરોપી આકાશ તથા રાહુલ ઉપરાંત ઢાબા સંચાલક પારસ સોની અને સાથીઓ માનૂ કેવટ, ઓમકાર રાય, ઇતેન્દ્ર સિંહ અને રજનીશ ચૌધરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ બંને આરોપી તેને છટન બસ્તીના જંગલમાં પણ લઈ ગયા, જ્યાં તેની સાથે ફરી દુષ્કર્મ આચર્યું.

  આ પણ વાંચો, ખૂબ જ ખતરનાક છે આ Lake, પાણીને સ્પર્શ કરતાં જ બની જવાય છે પથ્થર!

  કિશોરીએ જેની પાસે મદદ માંગી તેણે ઉઠાવ્યો ફાયદો

  પોલીસના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ બીજા દિવસે 12 જાન્યુઆરીની સવારે બાળકીએ આરોપીઓને મોટા કાકાની પાસે કટની મોકલવાની આજીજી કરી. આરોપીઓએ ટ્રક ડ્રાઇવર રોહિત યાદવની સાથે તેને ટ્રકમાં બેસાડી દીધી. રસ્તામાં આ ટ્રક ચાલકે પણ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું. બાદમાં તેને વિલાયત કલા- બડવારાની નજીક ટોલ નાકા પર છોડી દીધો. અહીં કિશોરીએ ફરીથી ઉમરિયા જતી ટ્રકના ડ્રાઇવર પાસે લિફ્ટ માંગી. તે ટ્રક ચાલકે પણ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચર્યું. બાદમાં તેને ઉમરિયાની પાસે છોડીને ભાગી ગયો.
  Published by:Mrunal Bhojak
  First published: