ન ATM કાર્ડ આપ્યું ન તો OTP, તેમ છતાંય 88 લોકોના એકાઉન્ટ ખાલી!

News18 Gujarati
Updated: May 13, 2019, 3:26 PM IST
ન ATM કાર્ડ આપ્યું ન તો OTP, તેમ છતાંય 88 લોકોના એકાઉન્ટ ખાલી!
પ્રતીકાત્મક તસવીર

88 લોકોના બેંક એકાઉન્ટમાંથી કુલ 19 લાખ ઉપાડી લેવાયા, પોલીસ મૂંઝવણમાં

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દિલ્હી પશ્ચિમમાં નગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી આજકાલ એફઆઈઆર લખી લખીને હેરાનથઈ ગયા છે. આ વિસ્તારના 88 લોકોની ફરિયાદ છે કે ન તો તેઓએ ક્યારેય એટીએમ કાર્ડ ઉપયોગ કર્યો અને ન તો ક્યોફ OTP નંબર જણાવ્યો, તેમ છતાંય તેમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે.

મળતી જાણકારી મુજબ, આ અપરાધમાં છેલ્લા 10 દિવસની અં દર એક જ પોલીસ સ્ટેશનમાં લગભગ 88 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસની સાઇબર સેલ દિવસ-રાત આ અપરાધી કે ગેંગની તલાશ કરી રહી છે.

શું છે મામલો?

મામલો કંઈક એવો છે કે તિલક નગર પોલીસ્‍ સ્ટેશનમાં રહેનારા લોકોએ ફરિયાદ નોંધાવી છે કે તેમનું એટીએમ કાર્ડ તેમની પાસે હતું. કાર્ડથી ક્યારેય કોઈ લેવડ-દેવડ નથી કરી, કોઈ અજાણ્યો ફોન નથી આવ્યો અને ન કોઈને ઓટીપી જણાવ્યો છતાંય તેમના એકાઉન્ટથી રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રેકોર્ડ મુજબ 88 લોકોના ખાતામાંથી લગભગ 19 લાખ રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે. અને ઠગી વિશે ત્યારે ખબર પડે છે જ્યારે બેંકમાંથી મેસેજ આવે છે.

આ તમામ ઘટનાઓ અલગ-અલગ બેંકના એટીએમ કાર્ડ ધારકોની સાથે થઈ છે. પોલીસ પણ હેરાન છે કે અપરાધી એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા આ જ પ્રકારની ઠગીનો મામલો મેરઠ પોલીસે દિલ્હીમાં પટલૂ ગેંગ હોવાનો દાવો કર્યો હતો.

20થી 27 હજાર રૂપિયાની ઉપાડી રકમજાણકારો મુજબ 88 લોકોમાં અડધો ડઝનથી વધુ એવા લોકો વે, જેમના એકાઉન્ટથી 50 હજારની રકમ ઉપાડવામાં આવી જ્યારે ત્રણ-ચાર લોકો એવા છે, જેમના એકાઉન્ટમાંથી 75-75 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવયા. કેટલાક પીડિત એવા પણ છે જેમની રકમ 50 હજારથી 75 હજારની વચ્ચે છે. સૌથી વધુ સંખ્યા તે બેંક એકાઉન્ટ હોલ્ડર્સની છે, જેમના 15થી 20 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.

ઘટના અલગ-અલગ પરંતુ પદ્ધતિ એક

88 અલગ-અલગ લોકોની સાથે થયેલા આ ઠગીમાં એક બાબત એક જેવી છે કે ઠગવાની પદ્ધતિ એક જેવી જ છે. સૌની પાસે પોતાનું કાર્ડ છે. કોઈએ પણ કાર્ડથી કોઈ લેવડ-દેવડ નથી કરી. ક્યારેય કોઈ ઓટીપી અને પિન નંબર નથી જણાવ્યો. કોઈ બીજાને કાર્ડની માહિતી પણ નથી આપી. તેમ છતાંય કોઈને ઓછી તો કોઈને વધુ રૂપિયા એકાઉન્ટથી ઉપાડવામાં આવ્યા છે.

કાર્ડને ઠગાઈથી કેવી રીતે બચાવશો?

આઈટી એક્સપર્ટ યશ કુશવાહ જણાવે છે કે થાય છે એમ કે અનેકવાર ઘણા બધા યૂઝર પોતાના કાર્ડની જાણકારી કોઈ એવી વેબસાઇટ પર સેવ કરી લે છે જેને તેઓ અનેકવાર ઉપયોગમાં લે છે. બસ તેનો જ ફાયદો હૈકર ઉઠાવે છે. તેથી ધ્યાન રાખવું કે ક્યારેય તમે આપના કાર્ડની જાણકારી કોઈ પણ સાઇટ અને પોતાન ફોનમાં સેવ ન કરો. બીજું એ કે એટીએમમાં હેકર ડેટા સ્કીમિંગ ડિવાઇસ લગાવી દે છે અને જ્યારે યૂઝર પોતાનું કાર્ડ સ્વાઇપ કરે છે તો તેની તમામ જાણકારી કોપી કરી લેવામાં આવે છે. પબ્લિક પ્લેસના વાઇ-ફાઇથી પોતાના ફોનને કનેક્ટ કરીને ઓનલાઇન પેમેન્ટથી બચો.
First published: May 13, 2019, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading