કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજો અને આતંકવાદીઓને મોટુ કનેક્શન છે. આ જાણકારી ભારતીય સેનાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી છે. સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 83 ટકા આતંકવાદીઓનો ઈતિહાસ પથ્થરબાજનો રહ્યો છે.
આ પહેલા તેમણે કહ્યું કે, નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘણી હદે શાંતીપૂર્ણ છે. સેનાએ કહ્યું કે, તે પાકિસ્તાનને કાશ્મીરમાં શાંતી ભંગ નહી કરવા દે.
ઢિલ્લોએ શ્રીનગરમાં સુરક્ષાદળોએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઘાટીમાં આઈઈડી વિસ્ફોટકનો ખતરો વધારે છે, પરંતુ નિયમીત રીતે તપાસ અભિયાન ચલાવી સુરક્ષા દળો તેને પહોંચીવળવા કવાયદ કરી રહ્યા છે.
શોપિયામાં ચાલી રહ્યું છે તપાસ અભિયાન
તેમણે કહ્યું કે, શોપિયામાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે, જ્યાં ગુરૂવારની રાત્રે સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, અભિયાન દરમિયાન, પાકિસ્તાન આયુધ ફેક્ટરીમાં નિર્મિત એક બારૂદી સુરંગ મળી આવી છે. બારૂદી સુરંગ પર પાકિસ્તાન આયુધ ફેક્ટરીનું નિશાન બનેલું છે.
સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમરનાથ યાત્રા માર્ગ પર સેનાને મોટી માત્રામાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં, અમેરિકન એમ-24 સ્નાઈપર રાયફલ પણ સામેલ છે. કાશ્મીરના આઈજી એપી પાણિએ કહ્યું કે, ઘાટીમાં મોટાભાગની પુલવામા અને શોપિયા વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટ કરવાના 10થી વધુ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર