બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, 4-4 લાખ રૂપિયા સહાય આપશે રાજ્ય સરકાર

News18 Gujarati
Updated: June 25, 2020, 8:47 PM IST
બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, 4-4 લાખ રૂપિયા સહાય આપશે રાજ્ય સરકાર
બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, 4-4 લાખ રૂપિયા સહાય આપશે રાજ્ય સરકાર

મોસમ વિજ્ઞાન કેન્દ્ર પટનાએ આવનાર ત્રણ દિવસો સુધી બિહારના ઘણા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી

  • Share this:
પટના : બિહારના સતત થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી 83 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગોપાલગંજમાં 13, પર્વી ચંપારણમાં 5, નવાદામાં 8, સિવાનમાં 6, દરભંગામાં 5, બાંકામાં 5, ભાગલપુરમાં 6, ખગડિયામાં 3, મધુબનીમાં 8, પશ્ચિમ ચંપારણમાં 2, સમસ્તીપુરમાં 1, શિવહરમાં 1, કિશનગંજમાં 2, સારણમાં 1, જહાનાબાદમાં 2, સીતામઢીમાં 1, જુમઈમાં 2, પૂર્ણિયામાં 2, સુપૌલમાં 2, ઔરંગાબાદમાં 3, બક્સરમાં 2, મધેપુરા અને કૈમુરમાં 1-1 લોકોના મોત થયા છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે સંકટના આ સમયમાં પ્રભાવિત પરિવારોની સાથે છું. તેમણે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે બધા લોકો ખરાબ મોસમમાં પૂરી સર્તકતાથી રહે. ખરાબ મોસમ થવા પર વીજળી પડતા સમયે બચાવ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમય-સમય પર જારી કરેલા સલાહોનું પાલન કરે. ખરાબ મોસમમાં ઘરોમાં રહે અને સુરક્ષિત રહે.


આ પણ વાંચો - 22 જૂને થયેલી થયેલી સહમતિ પછી ગલવાનમાંથી ચીન પોતાની સેના અને વાહનો હટાવી રહ્યું છે : સૂત્ર

મોસમ વિજ્ઞાન કેન્દ્ર પટનાએ આવનાર ત્રણ દિવસો સુધી બિહારના ઘણા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ એલર્ટ પ્રમાણે ઘણા જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા છે. જેથી સુરક્ષિત સ્થળે રહે.
First published: June 25, 2020, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading