Home /News /national-international /82 વર્ષની દૂલ્હન અને 36 વર્ષનો વરરાજા, કપલે સેક્સ લાઇફ વિશે કર્યો આવો ખુલાસો

82 વર્ષની દૂલ્હન અને 36 વર્ષનો વરરાજા, કપલે સેક્સ લાઇફ વિશે કર્યો આવો ખુલાસો

82 વર્ષના આઇરિસ જોન્સ (Iris Jones)અને 36 વર્ષના મોહમ્મદ ઇબ્રાહિમનો (Mohamed Ibriham)પ્રેમ અવારનવાર ચર્ચામાં રહે છે

મોહમ્મદ અને આઈરિસની ઉંમરમાં લગભગ 45 વર્ષનું અંતર છે. પોતાના એજ ગેપ રોમાન્સના કારણે કપલે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે

  82 વર્ષના આઇરિસ જોન્સ (Iris Jones)અને 36 વર્ષના મોહમ્મદ ઇબ્રાહિમનો (Mohamed Ibriham)પ્રેમ અવારનવાર ચર્ચામાં રહે છે. બ્રિટનનું (Britain)આ કપલ લગ્નના બંધનમાં બંધાઇ ગયું છે અને ઇન્ટરવ્યૂ માટે પ્રથમ વખત એકસાથે બ્રિટીશ ચેનલ આઈટીવીના સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. ચેનલના લોકપ્રિય શો ‘દિસ મોર્નિંગ’ પર બંનેએ ઉંમરના ગેપ પર થયેલી ટીકા, રીયૂનિયન અને સેક્સ લાઇફને (love life)લઇને રસપ્રદ ખુલાસા કર્યા હતા.

  મોહમ્મદ અને આઈરિસની ઉંમરમાં લગભગ 45 વર્ષનું અંતર છે. પોતાના એજ ગેપ રોમાન્સના કારણે કપલે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને મોહમ્મદે કહ્યું કે લોકોની પ્રતિક્રિયાઓ અને ટીકાના કારણે તે ઘણો દબાણ અનુભવી રહ્યો હતો. જેમ કે કેટલાક લોકો આઈરિસ સાથે તેના રિલેશનશિપને એક ઉદ્દેશ્ય બતાવતા હતા. હું બધાને સમજાવી શકતો ન હતો પણ અમે ઘણા દબાણમાં હતા. કેટલાક લોકો અમારી પર હુમલો કરતા, કેમ તે ખબર પડી નહીં. હું કામ કરી રહ્યો છું. મારી પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. હું આઈરિસ સાથે એટલા માટે નથી કે મને કશું જોઈએ છે. હું એક અમીર માણસ છું. કાએરોમાં મારી પાસે એક પોતાનો બંગલો પણ છે.

  આ પણ વાંચો - વરમાળા પછી મંડપમાં રાહ જોતી રહી દૂલ્હન, વરરાજાએ દૂલ્હનને લઇ જવાની ના પાડી, જાણો કેમ

  બીજી તરફ આઈરિસે નફરત કરતા લોકોને લઇને કહ્યું હતું કે પ્રેમ બધાને જીતી લે છે. મોહમ્મદ ઘણો ચોખ્ખો છે, ઘરના ફર્શ પર તેણે હજુ સુધી કશું વસ્તુ પર ઢોળી નથી. તે મને ચા પણ પીવડાવે છે. હવે અમે બન્ને પ્રથમ ક્રિસમસ સાથે મનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ. આઇરિસ કહે છે કે તેને લાગતું નથી કે તેનો પુત્ર, મિત્ર કે કોઇ સંબંધી તેને ઇન્વાઇટ કરશે કે નહીં. તેમને લાગી શકે છે કે કદાચ આ ક્રિસમસ અમે સાથે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ. મોહમ્મદે કહ્યું કે તે હંમેશા માટે આઈરિસની સાથે રહેવાનો પ્લાન કરે છે.

  મોહમ્મદ સાથે પોતાની સેક્સ લાઇફને લઇને આઇરિસ ખુશ જોવા મળે છે. આઈરિસ પોતાના સંબંધોમાં લવ મેકિંગને પણ મહત્વનું માને છે. આઈરિસ કહે છે કે મોહમ્મદ મને હંમેશા સુંદર કહે છે જ્યારે હું આવું ફીલ કરતી ન હતી.

  આઈરિસ કહે છે કે મોહમ્મદ હવે ઘણો ફેમસ થઇ ગયો છે બ્રિસ્ટલમાં એક ટેક્સી ડ્રાઇવર અમને જોઈને જ ઓળખી ગયો હતો. જ્યારે મને કોઇ પૂછે છે કે તમને પ્રેમ કેવી રીતે મળ્યો. તો હું કહું છું કે બસ તમે પ્રેમને ના જુવો, પ્રેમ જાતે જ તમને શોધી લેશે.

  આ પણ વાંચો - Viral Video: વરરાજા અને દૂલ્હને JCBથી સ્ટેજ પર મારી એન્ટ્રી, અચાનક મશીન out of control થઈ ગયું

  ઇજિપ્તનો મોહમ્મદ નવેમ્બર પહેલા પોતાની પત્ની આઈરિસથી અલગ રહેતો હતો. આઈરિસે કહ્યું કે લોકડાઉન અને વીઝા ના મળવાના કારણે તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અમારા માટે જીવન મુશ્કેલ બની ગયું હતું. ફોન પર વાત કરવી કે મેસેજ પર ગુડ મોર્નિંગ-ગુડ નાઇટ કહેવું બોરિંગ થઇ ગયું હતું. હું ફક્ત એ વિચારતી હતી કે આખરે તે ક્યારે આવવાનો છે. જ્યારે મને ખબર પડી કે મારા પતિને યૂકે આવવાના વીઝા મળી ગયા છે તો મારી આંખમાં ખુશીના આંસું આવી ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: BRITAIN, Iris Jones, Love

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन