Home /News /national-international /આ ગામમાં સામૂહિક લગ્નનું અનોખું આયોજન: 800 દંપતીએ કર્યા લગ્ન, દરેકને મળ્યું ફ્રીમાં સોનું

આ ગામમાં સામૂહિક લગ્નનું અનોખું આયોજન: 800 દંપતીએ કર્યા લગ્ન, દરેકને મળ્યું ફ્રીમાં સોનું

તમિલનાડૂના આ ગામમાં સામૂહિક લગ્નનું થયું આયોજન

વિવાહ ધાર્મિક સંસ્કારો બાદ હિન્દુ અને ઈસાઈ કપલે પોતાના મુસ્લિમ દોસ્તો સાથે પદંથરા મરકઝના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલા વિશાળ પંડાલમાં જોડાયા હતા. આ શાનદાર ક્ષણ જોઈને કેટલાય લોકો પોતાની આંખમાંથી આંસૂ રોકી શક્યા નહોતા. એક શક્સે કહ્યું કે, સાંપ્રદાયિક સદ્ભાવની આ ઘટના હજારો બીજા જોનારા લોકોને પણ અભિભૂત કરી દીધા હતા.

વધુ જુઓ ...
ચેન્નાઈ: તમિલનાડૂ અને કેરલની સરહદ પર આવેલ આર્થિક રીતે પછાત ગામમાં સુન્ની યુવજન સંઘમે રવિવારે એક સામૂહિક વિવાહનું આયોજન કર્યું હતું. ગુડલૂરની નજીક પડનથોરાઈમાં પદનથારા મરકઝના પરિસરમાં આયોજીત આ સામૂહિક વિવાહમાં 800થી વધારે યુવક અને યુવતીઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. તમિલનાડૂ-કેરલ સરહદ પર આવેલા આ નાના એવા ગામમાં આયોજીત કાર્યક્રમમાં સાંપ્રદાયિક સૌહાર્દની શાનદાર મિસાલ તરીકે દેખાય છે. સમારંભમાં લગ્ન કરનારા 47 દુલ્હા-દુલ્હન બિન મુસ્લિમ હતા. આ સામૂહિક લગ્ન સમારંભમાં હિન્દુ અને ઈસાઈ કપલે પણ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: OMG Marriage: દીકરીના લગ્નમાં પિતાએ 2 કિલો સોનું, 100 કિલો ચાંદી અને સોના-ચાંદીના સોફાસેટ આપ્યા

દ હિન્દુ અખબારના એક રિપોર્ટ અનુસાર, આ સમગ્ર સામૂહિક વિવાહ સમારંભમાં મૌલવિયોએ નિકાહની રસમો પુરી કરાવી હતી. તો વળી બીજા ધર્મના 74 દુલ્હા દુલ્હને વિવાહ સંસ્કાર પાડોશી મુથુમરિયમ્મન મંદિર અને એક ચર્ચામાં સંપન્ન કર્યા હતા. વિવાહ ધાર્મિક સંસ્કારો બાદ હિન્દુ અને ઈસાઈ કપલે પોતાના મુસ્લિમ દોસ્તો સાથે પદંથરા મરકઝના પટાંગણમાં તૈયાર કરવામાં આવેલા વિશાળ પંડાલમાં જોડાયા હતા. આ શાનદાર ક્ષણ જોઈને કેટલાય લોકો પોતાની આંખમાંથી આંસૂ રોકી શક્યા નહોતા. એક શક્સે કહ્યું કે, સાંપ્રદાયિક સદ્ભાવની આ ઘટના હજારો બીજા જોનારા લોકોને પણ અભિભૂત કરી દીધા હતા.


દેવરશોલા અબ્દુલસ્સલામ મુસ્લિયારે આર્થિક રીતે પછાત ગામમાં આ આયોજન પાંચમી વાર કર્યું છે. તેમણે તેના પર ખુશી વ્યક્ત કરતા આ મેગા આયોજન માટે જરુરી રકમ એકઠી કરવાથી તેમને ખુશી મળે છે. આ સામૂહિક વિવાહ સમારંભમાં ભાગ લેનારા કપલને કપડા અને અન્ય વ્યક્તિગત ખર્ચા ઉપરાંત પાંચ તોલા સોનું પણ આપ્યું છે. કેટલાય પરોપકારી લોકોએ આ સામૂહિક લગ્નમાં મદદ કરી છે. ડો. અબ્દુસ્સલામ મુસ્લિયારે 2014માં પડનથોરાઈ અને તેની આજૂબાજૂના વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવાનોની દયનિય સ્થિતી જોઈને આ સામૂહિક લગ્નનું આયોજન કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી પાંચવાર આયોજન થયું અને અત્યાર સુધીમાં ગરીબઘરના 1520 કપલના લગ્ન કરાવી ચુક્યા છે.
First published:

Tags: Tamilnadu, Wedding