VIDEO: જુવાનિયાઓને પણ શરમાવે તે રીતે કડકડતી ઠંડીમાં દોડી રહ્યા છે 80 વર્ષના દાદીમાં
મેરેથોનમાં ભાગ લેનારા દાદીમાં
વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી 80 વર્ષની દાદીમાનું નામ છે ભારતી. જેનો વીડિયો તેમના ભાણેજે સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેથી લોકો તેમને ખાલી જોવે જ નહીં પણ તેમનામાંથી પ્રેરણા લે. કે ઉંમર ક્યારેય આપના રસ્તામાં અથવા તો સપનામાં આવતી નથી.
ફિટનેસ કસરત જોગિંગ અથવા વૉક માટે ઉમર ક્યારે બાધા બનતી નથી. જો આપ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક છો, જાગૃત છો અને એક્ટિવ રહેવાનું પસંદ કરો છો, તો આપ કંઈ પણ કરી શકો છો. પછી આપની ઉંમર ભલે ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો. ઠીક એવી જ રીતે જેવી રીતે મેરેથોનમાં દોડવા માટે આપ હંમેશા યુવાન હોવ તે જરુરી નથી. જો આપનામાં જુસ્સો છે, તો આપ વૃદ્ધ હોવ તો પણ દોડ લગાવી શકો છો. હાલમાં જ એક આવો વીડિયો સામે આવ્યો છે, જ્યાં 80 વર્ષના દાદીએ સાડી પહેરીને દોડ લગાવી છે, લોકો તો બસ તેમને જ જોઈ રહ્યા હતા.
ઈંસ્ટાગ્રામ inforstyle પર શેર કરવામાં આવેલા વીડિયોમાં 80 વર્ષના વૃદ્ધ મહિલાને સાડી પહેરીને મેરાથોન દોડતા જોઈને લોકો દંડ રહી ગયા હતા. પરંપરાગત સાડી પહેરેલી મહિલા હાથમાં તિરંગો લઈને મુંબઈના રસ્તા પર દોડતી દેખાઈ રહી છે. જે લોકો માટે પ્રેરણાથી જરાંયે ઓછુ નથી.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી 80 વર્ષની દાદીમાનું નામ છે ભારતી. જેનો વીડિયો તેમના ભાણેજે સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેથી લોકો તેમને ખાલી જોવે જ નહીં પણ તેમનામાંથી પ્રેરણા લે. કે ઉંમર ક્યારેય આપના રસ્તામાં અથવા તો સપનામાં આવતી નથી. જ્યારે ભારતીય પરંપરાગત સાડી અને પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરીને દોડી રહી હતી, તો લોકો બસ તેમને જ જોઈ રહ્યા હતા. આ દરમિયાન સૌથી વધારે આકર્ષિક જો કોઈ લાગી રહ્યું હતું તો, તે હતું તેમના હાથમાં દેશનો તિરંગો લઈને દોડવું તે ગૌરવની વાત હતી. તેમણે આખી મેરાથોન દરમિયાન પોતાના ચહેરા પર જરાં પણ થાક ન અનુભવ્યો. પણ આ દોડ માટે પ્રેક્ટિસ હોવાનું જણાવ્યું હતું.
સાડી પહેરી હાથમાં તિરંગો લઈ લોકો માટે પ્રેરણા બન્યા
80 વર્ષના ભારતીએ ટાટા મુંબઈ મેરાથોનમાં ન ફક્ત ભાગ લીધો, પણ 51 મીનિટમાં 4.2 કિમીની દોડ પણ પુરી કરી. આપને જણાવી દઈએ કે, ટાટા મુંબઈ મેરાથન દર વર્ષે યોજાય છે. પણ આ વખતે કોવિડ 19ના કારણે બે વર્ષ બાદ આયોજીત થઈ છે. જેમાં 55,000 થી વધારે લોકોએ ભાગ લીધો હતો. ભારતીની ભાણેજ ડિંપલ મેહતા ફર્નાંડિસે મેરાથનોમાં દોડનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જેથી તેમનો પરિવાર તે જોઈ શકે. આપને જણાવી દઈએ કે, દાદીમાનો આ છઠ્ઠી વખત મેરાથોનમાં દોડવા આવ્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર