અલવર: રાજસ્થાનના અલવર શહેરમાં એક 80 વર્ષના સસરા દ્વારા પૌત્ર પૌત્રીઓની સામે પોતાની વહુ સાથે અશ્લીલ હરકતો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી ઘરની અંદર નગ્ન થઈને ડાંસ કરતો હતો. પીડિત વહુની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધી સસરાની ધરપકડ કરી જેલમાં નાખી દીધો છે. આરોપી રમેશ ચંદ રેલવે લોકો પાયલટમાંથી રિટાયર્ડ છે.
પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો સસરો અશ્લીલ હરકતો કરે છે, જેની ફરિયાદ પોતાના પતિ અને પરિવારના અન્ય સભ્યોને પણ આપી હતી. પરિવારના લોકોએ ખૂબ સમજાવ્યો, પણ તે માન્યો નહીં. આખરે વહુની ધીરજ ખુટી અને આરોપી સસરા વિરુદ્ધ અલવર મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી દીધી. તપાસ દરમિયાન આરોપી દોષિત ઠરતા પોલીસે આરોપી સસરા રમેશ ચંદની ધરપકડ કરી લીધી.
આરોપી રમેશ ચંદ વહુની સામે નગ્ન અવસ્થામાં અજીબ હરકતો કરવાના મામલે નાના નાના બાળકોની સામે પણ શરમ રાખતો નહોતો અને તેની સામે ગંદી હરકતો કરવા લાગતો હતો. આજૂબાજૂના લોકો પણ આરોપીની આવી હરકતો જોઈ ચુક્યા હતા અને તેમણે ઘણી વાર સમજાવ્યો, પણ આરોપી માન્યો નહીં અને ઘરમાં પોતાની વહુને હેરાન કરતો રહેતો.
લોકો પાયલટમાંથી રિટાયર્ડ છે રમેશ ચંદ
પોલીસ સ્ટેશનના પ્રભારી ચૌથમલ વર્માએ જણાવ્યું છે કે, આરોપી રમેશ ચંદ રેલવે લોકો પાયલટમાંથી રિટાયર્ડ છે, જે છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરમાં રહેતો હતો. આરોપીની ઉંમર 80 વર્ષ છે. પહેલા તો કોઈને વિશ્વાસ નહોતો આવતો કે રમેશ ચંદ આવી રીતે હરકતો કરતો હતો. પણ મહિલા દ્વારા તેનો વીડિયો બનાવીને પોલીસને બતાવ્યો અને આખો મામલો ખુલ્લો પડ્યો. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરતા રમેશ ચંદની ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા આરોપી રમેશ ચંદની ધરપકડ કરી લીધી. પોલીસ દ્વારા આરોપી રમેશ ચંદને શનિવારે કોર્ટમાં રજૂ કર્યો, કોર્ટે આરોપીને દોષિત માનતા જેલમાં મોકલી દીધો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર