સુપ્રીમ કોર્ટે કહ્યું - 80% લોકો નથી પહેરતા માસ્ક, સરકાર ફક્ત બનાવે છે SOP

સુપ્રીમ કોર્ટે કહ્યું - 80% લોકો નથી પહેરતા માસ્ક, સરકાર ફક્ત બનાવે છે SOP
સુપ્રીમ કોર્ટે કહ્યું - 80% લોકો નથી પહેરતા માસ્ક, સરકાર ફક્ત બનાવે છે SOP

સુપ્રીમ કોર્ટે કહ્યું- કોરોના વાયરસના કારણે સ્થિતિ બગડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય ચિંતિત જ લાગતા નથી

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના (Coronavirus Cases in India)વધી રહેલા કેસ અને કોવિડ-19 ગાઇડલાઇન્સની અનદેખીને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court)સખત નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં ઘણા સ્થળો પર રોજ એવું જોવા મળે છે કે ઘણા લોકો માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગના (Social Distancing)સંબંધી નિયમોનું પાલન પણ કરતા નથી. 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી. જે કરી રહ્યા છે તે પણ જડબા પર માસ્ક લટકાવીને ફરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને કોઈ ચિંતા જ નથી. સરકાર તરફથી ફક્ત SOP બનાવી દેવામાં આવી છે. તેને પાળવાની આવશ્યકતા કોઈને નથી. સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના વાયરસના કારણે સ્થિતિ બગડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય ચિંતિત જ લાગતા નથી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે કોરોના વાયરસને લઈને રાજ્યોએ વધારે સખત થવાની જરૂર છે. દેશના 10 રાજ્યોમાં કોરોના વાયરસના 70 ટકા કેસ છે.



    આ પણ વાંચો - Ind Vs Aus: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન મેદાનમાં ઘુસ્યા બે પ્રદર્શનકારી, જાણો શું હતો ઉદ્દેશ્ય

    રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

    ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે.
    Published by:Ashish Goyal
    First published:November 27, 2020, 16:00 pm

    टॉप स्टोरीज