'અમારો રોલ સ્પષ્ટ કરો,' કાશ્મીરમાં તહેનાત 80 NSG કમાન્ડોએ ખખડાવ્યાં ગૃહમંત્રાલયના દ્વાર

News18 Gujarati
Updated: November 28, 2018, 11:19 AM IST
'અમારો રોલ સ્પષ્ટ કરો,' કાશ્મીરમાં તહેનાત 80 NSG કમાન્ડોએ ખખડાવ્યાં ગૃહમંત્રાલયના દ્વાર
ફાઇલ તસવીર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાશ્મીરમાં એનએસજી કમાન્ડોને લઈને કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાથી તેઓ છેલ્લા છ મહિનાથી હુમહામા કેમ્પસ ખાતે તંબુ તાણીને બેઠા છે.

  • Share this:
નવી દિલ્હીઃ આતંકવાદથી પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા છ મહિનાથી તહેનાત 80 નેશનલ સિક્યુરિટી ગાર્ડે (એનએસજી) ગૃહમંત્રાલયના દરવાજા ખખડાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા છ મહિનામાં આ એનએસજી કમાન્ડોએ કોઈ પણ આતંકી વિરુદ્ધ કરવામાં આવેલા ઓપરેશનમાં ભાગ નથી લીધો. આ 80 કમાન્ડોને જમ્મુ-કાશ્મીર પોલીસ અને પેરામિલિટરી ફોર્સને તાલિમ આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનએસજી કમાન્ડોને મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના આદેશ બાદ વેલીમાં તહેનાત કરવામાં આવ્યા હતા. અહીં ગીચ વિસ્તારોમાં આતંકી હુમલાઓમાં ભારતીય આર્મી પોતાના જવાનો ગુમાવી રહી હોવાથી આતંકીઓના સફાયા માટે એનએસજી કમાન્ડોને તહેનાત કરવાના આદેશ કરાયા હતા. આવું કરવા પાછળનો એક ઉદેશ્ય એવો પણ હતો કે અથડામણની સ્થિતિમાં કમાન્ડોઝની સેવાનો લાભ લઈ શકાય.

આ પણ વાંચોઃ ખૂંખાર આતંકી રહેલા નજિરે દેશ માટે આપ્યો જીવ, 21 બંદૂકોની સલામી સાથે વિદાય

આ આદેશ બાદ ગૃહમંત્રાલયે પણ કોઈ દખલ કરી ન હતી. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ડિરેક્ટર જનરલ સુદીપ લખતકિયાએ વેલીની મુલાકાત લઈને ગવર્નર સત્યા પાલ મલિક અને સ્ટેટ પોલીસ ચીફ દિલબાગ સિંઘની મુલાકાત કરી હતી. એનડીટીવી સાથે વાતચીત કરતા એનએસજી ચીફે કહ્યું હતું કે, "રાજ્ય સરકારને કોઈ ઓપરેશનમાં કઈ ફોર્સનો ઉપયોગ કરવો તે નક્કી કરવાનો અબાધિત અધિકાર છે. રાજ્ય સરકારના આદેશ બાદ જ અમે અમારું એક નાનું યુનિટ શ્રીનગરમાં શરૂ કર્યું હતું. આવું કરવા પાછળનો ઉદેશ્ય એવો હતો કે હુમલાના સમયે ત્વરિત કાર્યવાહી થઈ શકે."

આ પણ વાંચોઃ દિલ્હી: 3 ખૂંખાર આતંકી ઝડપાયા, રાજધાની પરથી મોટી જાનહાની ટળી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ વેલીમાં અડધો ડઝન જેટલી ફોર્સ તહેનાત છે અને તેમની તમામની જવાબદારી નક્કી છે. પરંતુ એનએસજી કમાન્ડોએ શું કાર્યવાહી કરવી તે અંગે કોઈ જ માર્ગદર્શિકા નથી. સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે, એનએસજી કમાન્ડોને લઈને કોઈ જ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાથી તેઓ છેલ્લા છ મહિનાથી હુમહામા કેમ્પસ ખાતે તંબુ તાણીને બેઠા છે.આ વર્ષે કાશ્મીર વેલીમાં 450થી વધારે આતંકી હુમલા નોંધાયા છે. આ હુમલા દરમિયાન એન્કાઉન્ટરમાં આર્મીએ 230 આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન સેનાએ 85 જેટલા જવાનો ગુમાવ્યા છે.
First published: November 28, 2018, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading