Home /News /national-international /

ભારતીય મૂળનો 8 વર્ષીય આરવ યૂકેના સૌથી સ્માર્ટ વ્યક્તિ પૈકીનો એક

ભારતીય મૂળનો 8 વર્ષીય આરવ યૂકેના સૌથી સ્માર્ટ વ્યક્તિ પૈકીનો એક

આરવ અજયકુમાર (ફાઇલ ફોટો)

આરવ અજયકુમારને બે વર્ષની ઉંમરે 1000 સુધી ગણી શકતો હતો, ચાર વર્ષની ઉંમરે 152નો આઈક્યૂ

    ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય મૂળના આઠ વર્ષના આરવ અજયકુમાર બ્રિટનની સૌથી સ્માર્ટ વ્યક્તિઓ પૈકીનો એક બની ગયો છે. ચાર વર્ષની ઉંમરે 152ના આઈક્યૂ સાથે તે મેન્સા ટેસ્ટમાં પ્રવેશ્યો હતો.

    આરવ અજયકુમારના માતા-પિતા 2009માં મુંબઈથી અહીં આવીને લેન્કેસ્ટરમાં સ્થાઈ થયા હતા. આ ઉપરાંત આરવે હાલમાં જ તેની સ્કૂલમાં આયોજિત પ્રાઇમરી મેથેમેટિક ચેલેન્જમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષની ઉંમરે આરવ 1000 સુધી ગણી શકતો હતો.

    આરવનો જન્મ યૂકેમાં જ થયો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં આરવે જણાવ્યું કે, મને ગણિત એટલા માટે ગમે છે કારણ કે તેમાં એક જ સાચો જવાબ હોય છે. રિઝલ્ટ જાણીને મને આશ્ચર્ય થયું અને ત્યારબાદ હું ખૂબ જ ખુશ થયો. હું મેનસા ટેસ્ટ દરમિયાન ખૂબ જ નર્વસ હતો, પણ મને તેમાં કંઈ જ અઘરું ન લાગ્યું અને તે ખૂબ જ સરળ હતો.

    આરવે વધુમાં જણાવ્યું કે, ગણિત ઉપરાંત મને ચેસ રમવું ખૂબ જ ગમે છે તથા હવામાન સારું હોય તો મને સાઇકલ ચલાવવી પણ ખૂબ જ ગમે છે. હું ચેસમાં ગ્રાન્ડમાસ્ટર થવા માંગું છું. ઉલ્લેખનીય છે કે, આરવ લેન્કેસ્ટર અંડર9 ચેસ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.

    આરવે પોતે ગણિતમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન વિશે વાત કરતાં જણાવ્યું કે, તેમાં ખૂબ જ પ્રેક્ટિસની જરૂર હોય છે. ચેસમાં સારા પ્રદર્શનનું રહસ્ય કહેતા તેણે જણાવ્યું કે, તમારા પ્રતિસ્પર્ધી શું સ્ટેપ લે છે તેનું તમારે ગણિત ગણવું પડે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BRITAIN, UK

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन