ભાગવાની ફિરાકમાં હતા તબલીગી જમાતમાં સામેલ 8 મલેશિયન, IGI એરપોર્ટ પર ઝડપાયા

News18 Gujarati
Updated: April 5, 2020, 1:48 PM IST
ભાગવાની ફિરાકમાં હતા તબલીગી જમાતમાં સામેલ 8 મલેશિયન, IGI એરપોર્ટ પર ઝડપાયા
જમાતના 8 લોકો મલેશિયાથી રાહત સામગ્રી લઈને આવેલી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા

જમાતના 8 લોકો મલેશિયાથી રાહત સામગ્રી લઈને આવેલી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી દુનિયાના મોટાભાગના દેશ બેહાલ છે. ભારત (India)માં સંક્રમિતો (COVID-19)ની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત (Tablighi Jammat)ની ઇવેન્ટનો મામલો સામે આવ્યા બાદથી કોરોના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો નોંધાયો છે. એવામાં તબલીગી જમાત સાથે જોડાયેલા વિદેશીઓ પણ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.

રવિવારે મલેશિયાના 8 નાગરિકોની ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ લોકો હાલમાં જ આયોજિત તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા. IGI ઇમિગ્રેશન વિભાગે મલેશિયા માટે માલિંદો એર રિલીફ ફ્લાઇટમાં સવાર થવાનો પ્રયાસ કરતાં આ લોકોને પકડી પાડ્યા. તેમને પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ તમામ મલેશિયાથી રાહત સામગ્રી લઈને આવેલી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇમિગ્રશેન અધિકારીઓએ તેમને ટ્રેસ કરી લીધા હતા.

આ પણ વાંચો, દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના વાયરસઃ હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન

નોંધનીય છે કે, નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયા મહિને હજારો લોકો સામેલ થયા હતા. તેમાં ભારત ઉપરાંત 16 અન્ય દેશોના નાગરિક પણ સામેલ થયા હતા. તેમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત હતા. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં અત્યાર સુધી એક હજારથી વધુ જમાતી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. દેશમાં આવેલા કુલ કેસોના લગભગ 30 ટકા તેમની હિસ્સેદારી છે.

આ પણ વાંચો, 9 વાગ્યે 9 મિનિટઃ કોરોનાના અંધકારને દૂર કરવા આજે દેશવાસી પ્રગટાવશે દીવા, PM મોદીએ કરી હતી અપીલ
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading