Home /News /national-international /રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી મહિલાઓ પર ઘાત, સુરક્ષાને લઈને અનેક સવાલો

રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી મહિલાઓ પર ઘાત, સુરક્ષાને લઈને અનેક સવાલો

મહિલાઓ પર ઘાત

ભારતમાં સોશિયલ મીડિયા પર મહિલાઓને ટ્રોલ કરવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, લખનૌની બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના વડા ડૉ. ધીરેન્દ્ર પાંડેએ કહ્યું કે ટ્રોલર્સથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો તેમની અવગણના છે. આ સિવાય મહિલાઓએ સાયબર સિક્યુરિટી સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવી જોઈએ.

વધુ જુઓ ...
  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India
લખનઉ: સોશિયલ મીડિયા પર મહિલાઓને ટ્રોલ કરવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ ભારતીય મહિલાઓ વિશે એક સર્વે બહાર આવ્યો છે. સર્વેક્ષણ પ્લેટફોર્મ LocalCircles ના એક અહેવાલ મુજબ, 10 માંથી 8 શહેરી મહિલાઓ વિવિધ હેતુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે, પરંતુ તેઓ ઓનલાઈન ઉત્પીડન, દુર્વ્યવહાર અને ટ્રોલિંગનો શિકાર પણ બની રહી છે. સર્વે દ્વારા મહિલાઓએ તેની સામે પગલાં લેવાની વાત પણ કરી છે. ઈન્ટરનેટના ઉપયોગથી સંબંધિત બાબતોમાં 76 ટકા મહિલાઓ પોતાના પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહેવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે 57 ટકા મહિલાઓ વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, આ સર્વે ભારતના 301 શહેરી જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો.

ટ્રોલિંગના આ ઝડપથી વધી રહેલા કિસ્સાઓથી મહિલાઓ પોતાની જાતને કેવી રીતે બચાવી શકે તેવા પ્રશ્ન પર, લખનઉની બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના વડા ડૉ. ધીરેન્દ્ર પાંડેએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર મહિલાઓના ટ્રોલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. આ અંગે 2018થી સંશોધન પણ ચાલી રહ્યું છે. થોમસન રોઈટર્સ ફાઉન્ડેશન દ્વારા 2018માં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાના મામલે ભારત મહિલાઓ માટે દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે. આ અગાઉ 2017માં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવું જાણવા મળ્યું હતું કે, ભારતમાં મહિલા રાજકારણીઓ તેમના પુરૂષ સમકક્ષો કરતાં ઓનલાઈન દુર્વ્યવહાર અને ઉત્પીડનના ઉચ્ચ સ્તરનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: આ મંદિરના ફ્લોર પર ચાંદીના સિક્કા અને અનેક લોકોના નામ, છે વર્ષો જૂનો ઈતિહાસ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો

2019માં ધ ક્વિન્ટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 500 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમાં 65 ટકા મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ભારતમાં 2016-18 વચ્ચે મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમના કેસમાં 50 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે સોશિયલ મીડિયાને કેવી રીતે સુરક્ષિત બનાવવું તે ચિંતાનો વિષય છે.

આ રીતે કરો સુરક્ષા

ડૉ. ધીરેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, ટ્રોલર્સથી બચવાનો સૌથી સારો રસ્તો એ છે કે, તેમની અવગણના કરવી જોઈએ. આ સિવાય દરેક જિલ્લામાં સાયબર સિક્યુરિટી પોલીસ સ્ટેશન છે, ત્યાં જઈને તમારી ફરિયાદ નોંધાવી જોઈએ. એટલું જ નહીં, સરકારના આવા ઘણા પોર્ટલ છે જે ગૂગલ પર સર્ચ કરવાથી મળી શકે છે, જેમાં સાયબર સંબંધિત ગુનાઓ ઓનલાઈન નોંધી શકાય છે. આ સિવાય લખનૌની વુમન પાવર હેલ્પલાઇન 1090 પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકાય છે.

આ પણ વાંચો: માવઠાએ ખેડૂતને રોવડાવ્યા, ડુંગળીનાં પાકનો સફાયો થતા ખેડૂતોની હાલત બની કફોડી

ઓનલાઇન ટ્રોલિંગ શું છે?

ડો.ધીરેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, મહિલાઓ લાંબા સમયથી ટ્રોલિંગનો શિકાર બની રહી છે. એ પણ જણાવ્યું કે, જ્યારે લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિતના અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર કોઈપણ ઓળખ વગરના ફોટા, વીડિયો અથવા મહિલાઓ દ્વારા કરવામાં આવેલી કોઈપણ પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરવાનું શરૂ કરે છે, તો તેને ઓનલાઈન ટ્રોલિંગ કહેવામાં આવે છે.
First published:

Tags: Crime news, CYBER CRIME, Women Harassment