બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું

News18 Gujarati
Updated: October 9, 2019, 6:26 PM IST
બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયું
સીસીટીવીની તસવીર

આરોપીઓએ તેમને ધાબડો અને દવાઓ આપી હતી. તેઓ વાતચીત કરીને તેને બસ સ્ટેન્ડ પર લઇને આવ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મુરાદાબાદ (Moradabad) જિલ્લામાં બાળકની ચોરીનો એક વીડિયો વાયરલ (viral video) થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા અને પુરુષ બાળકની ચોરી કરતા દેખાય છે. આ ઘટના સાત ઓક્ટોબરની હોવાનું માનવામાં આવે છે.

આ ઘટનાની ખાસ બાબત એ છે કે બાળક ગલશહીદ વિસ્તરામાં સ્થિત રૉડવેઝ બસ સ્ટેન્ડ ઉપર પોતાની સમાતા સાથે સુઇ રહ્યું હતું. ત્યારે જ બંનેએ મળીને બાળકની ચોરી કરી હતી. બંને બાળકની એવી રીતે ચોરી કરી કે બાજુમાં સુતેલી તેની માતાને પણ જાણ પણ ન થઇ. બાળક 8 મહિનાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાળક ચોરીનો વીડિયો પ્રકાશમાં આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. મુરાદાબાદ પોલીસ અધિક્ષક અંકિત મિત્તલે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના (CCTV footage)માધ્યમથી બંને આરોપીની ઓળખ થઇ ગઇ છે. બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ ચાલું છે. વહેલી તકે બંનેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-Warએ Box Office પર મચાવી ધમાલ, 7 દિવસમાં સલમાનની 'ભારત'ને પછાડી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકની માતાએ બાળકને અને આરોપીઓને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઇ ભાળ ન મળતા તરત જ પોલીસને જાણ કરી હતી.આ પણ વાંચોઃ-દીકરાના મોત બાદ પણ હાર ન માની, 70 વર્ષની મહિલાએ જીતી 'Death race'

બાળકની માતા રાનીનું કહેવું છે કે, બે લોકોએ તેની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે વિશ્વાસમાં લીધી હતી. અને આરોપીઓએ તેમને ધાબડો અને દવાઓ આપી હતી. તેઓ વાતચીત કરીને તેને બસ સ્ટેન્ડ લઇને આવ્યા હતા. રાત્રે પુરુષ બસ સ્ટેન્ડ ઉપર રાખેલા બાકડા ઉપર સુઇ ગયો અને મહિલા તેની પાસે ઊંઘી ગઇ હતી.

આ પણ વાંચોઃ-તસવીરોઃ સ્પાઇડર મેનની જેમ બિલ્ડિંગ પર ચડ્યો ચોર, લાખોના દાગીનાની ચોરી

રાત્રે આશરે 12 વાગ્યે હું પણ સુઇ ગઇ હતી. જોકે, મારી આંખ ખુલતા મારો પુત્ર અને આરોપીઓ ન મળતા મે તરત જ પોલીસને જાણ કરી હતી.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading