રોડ પર ઉભેલી કારને ટ્રકે મારી ભીષણ ટક્કર, એક જ પરિવારના 8 લોકોના મોત

ભયંકર અકસ્માતમાં (Road Accident)આઠ લોકોના મોત

Road Accident- ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા. ઘટના દરમિયાન ગાડી ઉભેલી હતી અને કેટલાક લોકો બાથરૂમ જવા માટે ઉતર્યા હતા

 • Share this:
  બહાદુરગઢ : હરિયાણાના (Haryana)ઝઝ્ઝરમાં બહાદુરગઢમાં ભયંકર અકસ્માતની (Accident in Bahadurgarh)ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માતમાં (Road Accident)આઠ લોકોના મોત થયા છે. જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત છે. મૃતકમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

  જાણકારી પ્રમાણે બહાદુરગઢના બાદલી અને ફરુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર (KMP Expressway Highway)આ દુર્ઘટના બની છે. અર્ટિંગા કારમાં સવાર લોકો ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેજ રફ્તારથી આવેલા ટ્ર્કે ગાડીને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેના કારણે આઠ લોકોના મોત થયા છે.

  આ પણ વાંચો - પત્નીના લફરાથી દુ:ખી થઇ પતિએ કરી આત્મહત્યા, સમાચાર સાંભળી પત્નીએ પણ આપ્યો જીવ

  દુર્ઘટના પછી આરોપી ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઇ છે. પોલીસે લાશની ઓળખ અને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢની હોસ્પિટલમાં મોકલી હતી. સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્ર્ક ચાલકની શોધ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચો - સુખી ઘરની 45 વર્ષની મહિલા 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ, સાથે લઇ ગઈ 47 લાખ રૂપિયા

  એક જ પરિવારના હતા બધા લોકો

  જાણકારી પ્રમાણે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો યૂપીના ફિરોઝાબાદના રહેવાસી હતા. ફિરોઝાબાદના નગલા અનૂપ ગામના લોકો ગોગો મેડીથી પરત ઘરે પરત ફરી રહ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે બધા મૃતકો એક જ પરિવારમાંથી છે. ભાડાથી અર્ટિંગા ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા. ઘટના દરમિયાન ગાડી ઉભેલી હતી અને કેટલાક લોકો બાથરૂમ જવા માટે ઉતર્યા હતા. હાલ ગાડીનો ડ્રાઇવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચી શક્યો છે. બાકી આઠ લોકોના મોત થયા છે.

  ઝાંસીમાં ભીષણ અકસ્માતમાં 11 ના મોત

  થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)ઝાંસી જિલ્લાના (Jhansi district)ચિરગાંવ સ્ટેશન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના (Jhansi Accident)બની હતી. પડોશી જિલ્લા દતિયાના પંડોખરથી ચિરગાંવમાં જવારા વિસર્જિત કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી પલટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જેમાં 7 મહિલાઓ અને 4 બાળકો સામેલ હતા. હાઇવે પર શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી જઈ રહી હતી ત્યારે અચાનક વચ્ચે ભેસ આવી હતી જેના કારણે ટ્રેક્ટરનો ડ્રાઇવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ભેસને બચાવવાના પ્રયત્નમાં ટ્રેક્ટરે પલટી મારી હતી. જેમાં ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: