રશિયાની પર્મ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓના મોત, ઘણાએ બારીમાંથી કૂદી બચાવ્યો જીવ

રશિયાની પર્મ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓના મોત (તસવીર - વીડિયો ગ્રેબ સોશિયલ મીડિયા)

shooting at Russia- સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો બારીમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યા છે

 • Share this:
  મોસ્કો : રશિયાની (Russia)પર્મ યુનિવર્સિટીમાં (Perm State University) સોમવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે ફાયરિંગમાં 8 વિદ્યાર્થીઓના મોત થયા છે. પર્મમાં અધિકારીઓએ કહ્યું કે ઘટનામાં 10થી વધારે લોકો હતાહત થયા છે. ફાયરિંગ કરનાર શૂટરને સુરક્ષા બળોએ ઠાર કર્યો છે. ફાયરિંગ (shooting at Perm State University)દરમિયાન વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી પડ્યા હતા. પર્મ યુનિવર્સિટીના એક વીડિયોએ સનસની ફેલાવી દીધી છે.

  હુમલખોરની ઓળખ તિમૂર બેકમાંસુરોવ તરીકે થઇ છે. ફાયરિંગ પાછળ કયો ઉદ્દેશ્ય હતો તે વિશે હાલ માહિતી સામે આવી નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.  પર્મ શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 700 મીલ પૂર્વમાં છે. રિપોર્ટ પ્રમાણે સ્કૂલના સોશિયલ મીડિયાએ સોમવારની સવારે પરિસરમાં ઉપસ્થિત બધા લોકોને સચેત કર્યા હતા કે જો સંભવ હોય તો પરિસને છોડી દે અથવા પોતોને રૂમમાં બંધ કરી લે. તપાસકર્તાએ કહ્યું કે ગોળીબારીમાં 8 લોકોના મોત થયા છે અને 6 ઇજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો બારીમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યા છે.

  આ પણ વાંચો - 600 દિવસથી વિદેશ યાત્રા નહીં, ફક્ત ફોન પર જ વાત, શું બીમાર છે ચીનના રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ?

  આરટી ન્યૂઝે જણાવ્યું કે રશિયાના સુરક્ષા બળોએ સવારે પર્મ કાર્ય ક્ષેત્રમાં પર્મ સ્ટેટ યુનિવર્સિટી (પીએસયૂ)માં ગોળીબારી કરનાર એક બંદૂકધારીને ઠાર કર્યો છે. રશિયાની TASS સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાને બચાવવા માટે યુનિવર્સિટીના રૂમમાં બંધ કરી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકો માર્યો હતો.

  હુમલાવરે આધુનિક હથિયારથી ગોળીઓ વરસાવી હતી. વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાવધાની રાખતા સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published: